જંબુસર ગણેશ ફળીયામાં ગટરો ઉભરાવવાના ત્રાસથી રહીશો ત્રાહીમામ
(પ્રતિનિધિ) જંબુસર, જંબુસરના ભાગલીવાડ ગણેશ ફળીયામાં આશરે છેલ્લા એક માસથી ગટરો ઉભરાતી હોય ત્યાંના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે પાલિકા તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાંય નિવેડો નહીં આવતા રહીશોમાં રોષ જાવા મળી રહયો છે.
જંબુસરના નિચાણવાળા વિસ્તારોમાં કાયમી ગટરના ગંદા પાણી ઉભરાતા જાવા મળે છે ઠેરઠેર ગટરના ઉભરાતા પાણીને લઈ રાહદારીઓ, વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર જંબુસરની ગટરો પ્રશ્ને કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડયું છે. ભાગલીવાડ વિસ્તારના ગણેશ ફળીયામાં ગણેશ મંદિર પાસેથી પુરા મહોલ્લામાં આશરે એક માસથી ગટરો ઉભરાય છે.
રહીશો દ્વારા પાલિકા સત્તાધીશોને વારંવાર રજુઆતો કરવા છતાંય ગટરનો પેચીદો પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ નીવડયું છે સત્તાધીશો રહીશોની સમસ્યાનું આંખ આડા કાન કરતા હોય ગણેશ ફળીયાના રહીશોમાં સત્તાધીશો પ્રત્યે રોષ જાવા મળી રહયો છે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ આવતી હોય વરસાદી પાણી અને ગટરના પાણીનો જથ્થો વધતા રહીશોના મકાનોમાં ફરી વળે અને રોગચાળો ફાટી નીકળે તે પહેલા ગણેશ ફળીયામાં ઉભરાતી ગટરો અંગે તંત્ર ધ્વારા વહેલીતકે નિવારણ કરવામાં આવે તેવી રહીશોની માંગ છે ગટર પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલનની ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી.*