Western Times News

Gujarati News

જંબુસર તાલુકાનાં ખાનપુર દેહ સરપંચ અને તાલુકા પંચાયત બાંધકામ શાખા ઈજનેર ૧.૪૦ લાખની લાંચ કેસમાં ઝડપાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,  જંબુસર તાલુકા પંચાયતમાં પૈસા ફેંકો તમારું કામ કરાવો એવી સ્થિતિ પંચાયતમાં એટલી બધી હદ થઈ હતી.મોટા કૌભાંડો થતા હતા તેવી લોકબુમ ઘણી વખત ઉઠવા પામી હતી.પરંતુ ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ એ ઉક્તિ સાચી હોય તેમ  એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ખાનપુર દેહ ગ્રામ પંચાયત ના માટી મેટલ તેમજ સીસી રોડના કામો સદર ફરિયાદીએ કરેલા હતા.

એ કામો પૈકી રુપિયા ૧,૫૬,૦૦૦ નું બિલ ફરિયાદીએ ખાનપુર ગ્રામ પંચાયત ખાતે મુકતા તલાટી કમ મંત્રીએ તે બીલનો ચેક બનાવી તેઓની કંઈક કરી ખાનપુર સરપંચ અબ્દુલરશીદ સુલેમાન પટેલની સહી કરાવી લેવા ફરિયાદીને જણાવ્યું જેથી ફરિયાદીએ તે ચેક પર સહી કરાવવા જતાં અબ્દુલ રશીદ પટેલે ચેક ઉપર સહી કરવા માટે ફરિયાદી પાસે અગાઉના તથા હાલના કામના બિલના મળી કુલ ૧,૪૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલી

જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય જેથી ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવેલ અને અબ્દુલ રસીદ પટેલ ખાનપુર દેહ સરપંચે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નંબર બે શશીકાન્ત મોહનભાઈ ચૌધરી અધિક મદદનીશ ઈજનેર બાંધકામ શાખા જંબુસર તાલુકા પંચાયતના ઓ વતી લાંચ માગી સ્વીકારી એકબીજાની મદદગારી કરી પકડાય જઈ ગુનો કરવા અંગે ગુન્હો નોંધાવા પામ્યો હતો.

વડોદરા એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક પી ડી બારોટના સુપરવાઈઝનમા પોલીસ ઈન્સ્પેકટર કે વિ લાકોડ અને સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી અને આરોપીઓને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.