જંબુસરના કહાનવા વડતલાવના મકાનની દિવાલ ધરાશયી થતા યુવાનનુ મોત

ભરૂચ : જંબુસર તાલુકાના કહાનવા વડતલાવ વિસ્તારના રહીશ ખુમાનસંગ શનાભાઈ સોલંકીનું કાચુ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલું હતું.જેના નાળ અને લાકડા ની વળીયો ઉતારી દીધા હતા. ગતરોજ રાત્રિના સમયે આ જ વિસ્તારમાં રહેતા એક પચ્ચીસ વર્ષીય યુવાન મનહરભાઈ રણછોડભાઈ સોલંકી પગદંડી વાળા રસ્તા ઉપર થી પસાર થતા હતા
તે સમયે અચાનક કાચા મકાનની દિવાલ ધરાશયી થતાં તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.કાટમાળ માં દબાયેલા યુવાન ને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ વેડચ પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથધરી હતી અને મરણ જનાર મનહરભાઈ રણછોડભાઈ સોલંકીનું પીએમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.