જંબુસર તાલુકાના સામોજ ગામે ગરિમા ઉત્સવ ઉજવાયો
ભરૂચ: જંબુસર તાલુકાના ભાઈઓ બહેનો દ્વારા આયોજિત બહેનો માટે બહેનોની ગરિમા સિદ્ધિઓ આત્મ સન્માનની ઉજવણીનો કાર્યક્રમ સામોજ ખાતે યોજાયો.
જંબુસર તાલુકાના ૪૫ ગામના બહેનો ભાઇઓ દ્વારા આયોજિત બહેનો માટે ગરિમા ઉત્સવ કાર્યક્રમ વિશ્વ મહિલા દિનના રોજ ઉજવણી સામાજ પ્રાથમિક શાળા ખાતે પીઆઈ ફાઉન્ડેશન તથા આતાપી સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઉજાસ મહિલા બચત ધિરાણ મંડળીના સહયોગથી બહેનોના કાર્યો સિદ્ધિઓ તથા આત્મબળને બિરદાવવા પ્રેરણા મેળવવા અને પ્રોત્સાહિત કરવા માટે ગરિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
સ્ત્રી એક એવું પાત્ર છે કે પોતાની પસંદગીથી નહીં પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવતી હોય છે દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. દુનિયામાં જન્મ લેવા માટે એક માની જરૂર પડે છે અને એટલે જ નારી તુ નારાયણી કહેવામાં આવે છે મહિલાઓ દ્વારા સમાજમાં ગામમાં આગવી ઓળખ ઉભી કરવામાં આવી છે.સરકારને વિવિધ મહિલા લક્ષી યોજનાઓ પશુપાલન ડેરી ઉદ્યોગ વિગેરે ક્ષેત્રમાં બહેનોએ હરણફાળ ભરી છે અને સ્ત્રીઓએ આગવું સ્થાન હાંસલ કર્યું છે.
આજના જમાનામાં બહેનો પોતાના પગ પર ઉભા રહી સ્વમાનભેર જીવી શકે છે ઉજાસ મંડળી ૧૩૫ મંડળો થકી ૨૭૦૦ સભ્યો છે.પુરુષપ્રધાન સમાજમાં શિક્ષિત અને જાગૃત મહિલા બનવા આહવાન કર્યું બહેનો દ્વારા પશુપાલન આર્થિક નાણાકીય તાલીમ સિવણ ક્લાસ સહિતના પોતાના અનુભવો વર્ણવ્યા ખેતીની જમીનમાં કઇ ઉણપ છે તે માટે જમીનનું પૃથક્કરણ કરાવવું જોઈએ તે જાણી ઉણપ દૂર કરવી અને વધુ ઉત્પાદન થાય તે અંગે પ્રયત્નો કરવા ખેડૂતોએ ટેક્નોલોજી અભિગમ હેઠળ ઓર્ગેનિક ખેતી વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવો
તેમ જણાવ્યું આ પ્રસંગે નવું શરૂ કરેલ ખાણ દાણ સેન્ટર માટે પીઆઇ કંપની દ્વારા ૫૦૦૦૦ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું તથા પ્રોગ્રેસિવ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા સ્વાસ્થ્ય અને સશક્ત સમાજ બનાવવા તથા શરીરને જોઇતા દરેક તત્ત્વો મળવા જોઈએ તે સંતુલિત આહાર કહેવાય અને તે પ્રમાણે ખોરાક લેવો જોઇએ તે અંગે આરોગ્યલક્ષી સવિસ્તાર માહિતી બહેનોને આપવામાં આવી હતી.
ગરિમા ઉત્સવમાં પીઆઈ ફાઉન્ડેશનના અમરિન્દરસિંહ,આતાપી સી ઓ ડોક્ટર નંદિનીબેન શ્રીવાસ્તવ,પ્રોગ્રામ ડાયરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા,સામોજ સરપંચ લલિતાબેન જાદવ,ઉજાસ મંડળ પ્રમુખ હંસાબેન,વિવેકાનંદ ખેડૂત મંડળી,વિકલાંગ પરિવર્તન સંગઠનના હોદ્દેદારો જતા મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.