જંબુસર તાલુકાની સીમોમાં દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા ના જંબુસર પંથક ના કુંઢળ,મહાપુરા,ખાનપુર તથા મગણાદ ગામની સીમમાં એક દીપડાએ દેખા દેતા આ વિસ્તારના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તથા ખેત મજૂરોમાં ભય તથા ચિંતાની લાગણી જન્મી છે.દીપડા ની દહેશતમાં એકબાજુ ખેડૂતો કે ખેતરમાં કામ કરતા મજૂરો સીમમાં જવા માટે તૈયાર નથી.ત્યારે દીપડાની દહેશતના પગલે લોકોમાં ભય ફેલાયેલો છે અને ખેડૂતોએ આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.ગતરોજ મોડી સાંજે ખાનપુર ની સીમના એક ખેડૂતે દીપડાને જોયો હતો.સાથે ખેતરમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા છે.
થોડા દિવસ અગાઉ આજ દીપડા એ કુંઢુળ ગામ ની સીમ માં તથા મહાપુરા તરફ જવાના માર્ગ ઉપર જંબુસર રેલ્વે સ્ટેશન ના પાછળ ના વિસ્તાર ની સીમ માં દેખા દીધી હતી.જંબુસર વન વિભાગ કચેરીના આર.એફ.ઓ. ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે જંબુસર ના કુંઢળ,મહાપુરા,ખાનપુર ની સીમમાં દીપડો દેખાયો છે.તેવી લોકોએ દ્વારા માહિતી મળેલ છે અને ત્યાર બાદ વનવિભાગ દ્વારા તેની ખરાઈ કરવા સ્ટાફ મારફતે ટ્રેકિંગ હાથ ધરવામા આવેલ છે.ટ્રેકિંગ દરમ્યાન દીપડા ના પંજા ના નિશાન મળી આવતા વનવિભાગ દ્વારા દીપડાના સગડ શોધી તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
હાલ તો ખેડૂતોમાં તથા ગ્રામજનો માં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. વધુ માં જંબુસર આરએફઓ ક્રિપાલસિંહ સાથે ની ટેલીફોનીક વાતચીતમાં વધુ જણાવ્યું હતું કે દીપડો એક એવું નિશાચર પ્રાણી છે કે રાત્રીના સમયે શિકાર માટે નીકળતું હોય જંબુસર તાલુકામાં ભુંડ તથા નીલગાય વધુ પ્રમાણમાં હોય જેથી ખેડૂતોના પાકમાં નુકસાન થતું હોય છે.જંબુસર તાલુકામાં દીપડા આવવાથી ભૂંડ તેમજ નીલ ગાય તેનો મૂળ ખોરાક હોય છે.જેથી તેની વસ્તી કંટ્રોલ થશે ખેડૂતોના પાક ને ભૂંડ અને નીલગાય થી બચાવ થશે અને પર્યાવરણ ચક્ર માટે આ પ્રાણી જરૂરી છે તેમ જણાવ્યું હતું.