જંબુસર નગરપાલિકાની પરવાનગી વગર બનતા શોપિંગ સેન્ટરોની મુલાકાત લેતા ચીફ ઓફીસર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર નગરના અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકાની પરવાનગી લીધા સિવાય શોપિંગ સેન્ટરો બનતા હોય ચીફ ઓફિસર દ્વારા તેની મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.
જંબુસર નગરમાં ઠેર ઠેર શોપિંગ સેન્ટરો રહેણાંક મકાનો ના બાંધકામો નગરની જનતા નગરપાલિકાની પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય કરતા હોય છે.
નગર પાલિકા જાણે દલા તરવાડીની વાડી હોય તેમ જેને જેમ મન ફાવે તેમ બાંધકામો થતાં હોય દબાણો કરતા હોય નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ગતરોજ ડાભા ચોકડી પાસે બનતા સર્વે નંબર ૩૩૦૭ અને ૩૩૦૮- ૧/૨ ની જગ્યામાં નગરપાલિકાની પરવાનગી લીધા સિવાય શોપિંગ સેન્ટરનું બાંધકામ શરૂ કરવામાં આવેલ તે અંગે અરજીના અનુસંધાને નગરપાલીકા ચીફ ઓફીસર તથા એન્જિનિયરે મુલાકાત લીધી હતી.
આ અંગે નોટિસ આપવામાં આવી હતી અને તેમાં જણાવ્યા પ્રમાણે સરકારી દાંડી માર્ગની જગ્યા તથા સરકારી ખુલ્લી જગ્યા પર દબાણ કરેલ છે.જેથી સદર શોપિંગનો બાંધકામ બંધ કરી જમીનની માપણી રૂબરૂમાં કરાવી હદ નિશાન નક્કી કરી કચેરીએ જાણ કરવા તથા આપની જમીન કયા હેતુ માટે નીમ થયેલી છે.તે અંગેના પુરાવા રજૂ કરવા નોટિસમાં જણાવાયું છે.આ અંગે જંબુસર નગરના અન્ય વિસ્તારોમાં થયેલ દબાણ અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર દ્વારા જણાવાયુ હતુ.
Attachments area