જંબુસર નવયુગ વિદ્યાલય તથા ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના પ્રમુખના જન્મદિને રક્તદાન કેમ્પ
ભરૂચ: જંબુસર નવયુગ વિદ્યાલય તથા ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના પ્રમુખના જન્મદિને રક્તદાન કેમ્પ તથા વાલીઓ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. સ્વર્ગવાસ મગનભાઈ બી સોલંકી ના પનોતાપુત્ર મહેશ ભાઈ સોલંકી ના જન્મદિન નિમિત્તે જનસેવા એ જ પ્રભુસેવા તથા રક્તદાન કરીને કોઈકના પૂજાતા જીવનદીપ ને નવજીવન આપવાના હેતુ થી નવયુગ વિદ્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન તથા વાલી મીટીંગ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ જંબુસર નગરના અગ્રણી પ્રવીણભાઈ દુબઈની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો તથા શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા કરાયું.શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી સૌના દિલ જીતી લીધા હતા માર્ચ ૨૦૧૯ માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરાયું હતું અને વાલી મીટીંગ તથા પ્રથમ પરીક્ષાની ઉત્તરવહી નું નીદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
શાળાની પ્રવૃત્તિ શિક્ષણ ને લઈ ઉપસ્થિત તો પ્રભાવિત થયા હતા શાળાની પ્રગતિ અને શાળાના આચાર્ય શિક્ષકો ની મહેનતને બિરદાવી હતી શાળા પરિવાર થી કામ કરીને રોજ બરોજ પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.જંબુસર નગર પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબે દ્વારા શાળાને સ્માર્ટ ક્લાસ બનાવવા ચાર લાખ રૂપિયા આપવા અંગે હૈયાધારણ આપી હતી. બાળકોની ઉત્તરવહી મૂલ્યાંકન કરવાથી વાલીઓને ખબર પડે કે પોતાનું બાળક એ કેટલી પ્રગતિ કરી છે અને અભ્યાસમાં આગળ વધે તેવું આયોજન કરી શકાય પ્રતિવર્ષ બાળકો અને વાલીઓ તરફથી ફીડબેક લેવામાં આવે છે તેને ધ્યાને લઈ પ્રશ્નોનું નિરાકરણ કરવા માં આવે છે તેમ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કૌશલ્યાબેન શાળાના પ્રમુખ મહેશભાઈ સોલંકી પ્રમુખ જયદીપસિંહ ચાવડા ડોક્ટર તુષાર પટેલ સહિત વાલી બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.