જંબુસર ના અણખી ગામે મોબાઈલ ટાવર ની કેબીન માંથી એક લાખ ઉપરાંતની બેટરીઓની ચોરી

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના અણખી ગામ નજીક આવેલ મોબાઈલ કંપની ના ટાવર નીચે વીજ પાવર ના કેબીન માં પાછળ ના ભાગે પતરું તોડી તેમાં રાખેલ ૬૦૦ એ.એચ ના ૨૪ સેલ જેની કિંમત રૂપિયા ૧,૨૪,૦૦૦ ની મત્તા ની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા જે અંગે જંબુસર પોલીસ મથક માં ગુનો નોંધાવા પામ્યો છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપ ટેકનોગ્રાફ ટેકનીશીયન માં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ વાલચંદ બલાઈ અણખી ગામની સીમમાં આવેલ મોબાઈલ કંપની ટાવર ખાતે આવેલ ત્યારે ત્યાં જોયેલ તો સાઈટ નું સેન્ટર રૂમ પાછળ ના ભાગે કોઈ અજાણ્યા ઈસમો એ તોડી અંદર ના બેટરી બેંક ના ૨૪ સેલ અમરરાજા ૬૦૦ એ.એચ ના ચોરી થયેલ છે.તેવી જાણ કરેલ જેથી સ્થળ પર જઈ ખાતરી કરતા ચોરી થયેલા નું જણાયેલ અને તેની આજુબાજુ ના સ્થળ પર ખાનગી માં તપાસ કરતા બેટરી ક્યાંય મળી આવેલ ન હોય જેથી ઉપરી અધિકારી ને આ બાબત ની જાણ કરી હતી.કે મોબાઈલ ફોન ટાવર પાસે ની કેબીન માં રાખેલ બેટરીઓ જે કંપની ના ફેન્સીંગ તાર તોડી પાછળ ના ભાગે થી કોઈ અજાણ્યા ઈસમો પ્રવેશી કેબીન નું પતરું તોડી તેમાં રહેલ બેટરીઓ જેની કિંમત ૧,૨૪,૦૦૦ ની મત્તા ની ચોરી થયેલ છે.જેની ફરિયાદ સંજયસિંહ રાજપૂતે જંબુસર પોલીસ મથકે નોંધાવી હતી જે બાદ પોલીસે આગળ ની તપાસ હાથધરી છે.તો ચોરી અંગે ની વધુ તપાસ જંબુસર પી.આઈ બી.એમ રાઠવા ચલાવી રહ્યા છે.*