જંબુસર ના અણખી ગામે મોબાઈલ ટાવરની કેબીન માંથી બેટરીની ચોરી કરનાર ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા.
ભરૂચ : ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના અણખી ગામ નજીક આવેલ મોબાઈલ કંપની ના ટાવર નીચે રહેલ કેબીન નું પતરું તોડી તેમાં રહેલ ૨૪ નંગ બેટરીઓ જેની કિંમત રૂપિયા ૧,૨૪,૦૦૦ ના મત્તા ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ જંબુસર પોલીસ મથક માં નોંધાવા પામી હતી જે બનાવ માં પોલીસ ને સફળતા મળતા પોલીસે સુરત થી ચાર ઈસમો ની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કરી આરોપીઓ ની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ના અણખી ગામ ની સીમમાં આવેલ મોબાઈલ કંપની ના ટાવર ખાતે આવેલ વીજ પાવર ના કેબીન માં પાછળ ના ભાગે પતરું તોસી તેમાં રાખેલ ૬૦૦ એ.એચ ના ૨૪ સેલ જેની કિંમત રૂપિયા ૧,૨૪,૦૦૦ ની મત્તા ની ચોરી થયેલ જે અંગે ની ફરિયાદ જંબુસર પોલીસ મથક માં સંજયસિંહ રાજપૂતે નોંધાવી હતી.જેની તાપસ પી.આઈ બી.એમ.રાઠવા ચલાવી રહ્યા હતા.
આ દરમ્યાન સુરત ખાતે અન્ય ગુના માં ડી.સી.બી એ ઝડપી પાડેલ ચાર ઈસમો ની પૂછપરછ કરતા તેઓ એ જંબુસર તાલુકા ના અણખી ગામ નજીક ના મોબાઈલ ટાવર કેબીન માં રાખેલ બેટરી ની ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા સુરત ડી.સી.બી એ જંબુસર પોલીસ મથક નો સંપર્ક સાધતા જંબુસર પોલીસ સ્ટાફ દ્વારા ચારેય આરોપીઓ ને સુરત ખાતે થી ટેમ્પા અને ચોરાયેલ બેટરી સાથે લાવવામાં આવ્યા હતા.
જેમાં તેઓનું નામ ઠામ પૂછતાં રતનલાલ ખટકી,જાન મહમદ ઉર્ફે જાનુભાઈ મલેક,ચેતનલાલ પ્રજાપતિ અને પ્રભુરામ શર્મા તાતાં રહે સુરત ના હોવાનું જણાઈ આવતા પોલીસે ચારેય ની અટકાયત કરી ચોરી માં ગયેલ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.