જંબુસરના ટુંડજ ગામે પ્રધાનમંત્રી આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ભરૂચ: પ્રધાનમંત્રી આવાસ યોજના અંર્તગત તાલુકા કક્ષા નો લોકાર્પણ કાર્યક્રમ જંબુસર તાલુકા ના ટુંડજ ગામે તાલુકા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતા માં યોજાયો તથા ટુંડજ સરપંચ દ્વારા લાભાર્થીઓ ને કુકર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેદ્ન્ર મોદી દ્વારા ગરીબ પરિવારો માટે ઘર નું ઘર યોજના હેઠળ અલગ અલગ યોજનાઓ થકી ઘર વિહોણા કુટુંબો ને તથા કાચા માટોળી મકાન ધારકો માટે મહત્વકાંક્ષી યોજનાઓ અમલ માં મુકવામાં આવી છે.
જે અંર્તગત આદિજાતિ,પંડિત દિન દયાળ તથા પી.એમ.વાય યોજના હેઠળ જંબુસર તાલુકા ના ટુંડજ ગામે ૪૨ જેટલા મકાનો ના લોકાર્પણ,ગૃહપ્રવેશ નો તાલુકા કક્ષા નો કાર્યક્રમ તાલુકા પ્રમુખ જયાબેન પઢિયાર ની અધ્યક્ષતા માં યોજાયો હતો.જેમાં આદિજાતિ ૭,પંડિત દિન દયાળ ૧૬,પી.એમ.વાય ૭ આમ કુલ ૩૦ મકાનો તથા સને ૨૦૧૯-૨૦ પંડિત દિન દયાળ હેઠળ ૧૨ મકાનો જેની પ્રતિ મકાન ની કિંમત ૧,૨૦,૦૦૦ ની રકમ મળી અંદાજીત ૫૦,૪૦,૦૦૦ જેટલી રકમ ના મકાનો બનાવવામાં આવ્યા છે.
ગરીબ જરૂરિયાતમંદો પોતાનું ઘર બનાવવા સક્ષમ હોતા નથી જેને લઈ પ્રધાનમંત્રી દ્વારા આ યોજના હેઠળ ઘર નું ઘર બનાવવામાં આવે છે.જંબુસર તાલુકા માં ૮૦૦ જેટલા આવાસો નો લાભ આ વર્ષ માં મળ્યો છે તથા ટુંડજ ગામે ૪૦ થી વધુ આવાસો બનાવવામાં આવ્યા છે.
લોકાર્પણ પ્રસંગે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેક્ટર જે.આ.પરમાર,તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢીયાર,કિસાન સંઘ અગ્રણી તથા સરપંચો સહીત લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.