જંબુસર પોસ્ટ ઓફિસ દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી કરવામાં આવી
ભરૂચ: જંબુસર ડાક કર્મચારીઓ દ્વારા ગાંધી જ્યંતી નિમિત્તે રેલી યોજી જેમાં ગંદકી દૂર કરો,પ્લાસ્ટીક મુક્ત ભારત-ડાક સેવા યુક્ત ભારત ના નારા લગાવી જનજાગૃતિ ફેલાવી હતી.
ગાંધી જી ની ૧૫૦ મી જન્મ જ્યંતી નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા ના આગ્રહી એવા ગાંધીજી જન્મ જ્યંતી ના દિને સ્વચ્છતા અભિયાન સહીત ના અનેક કાર્યક્રમો થાકી જનજાગૃતિ ફેલાવવા માં આવે છે.જંબુસર તાલુકા ડાક કર્મચારીઓ જંબુસર ડેપો પોસ્ટ ઓફિસ ખાતે એકત્ર થઈ રેલી યોજવામાં આવી હતી.
જેમાં પ્લાસ્ટીક મુક્ત ભારત,ડાક સેવા યુક્ત ભારત તથા સ્વચ્છતા અંગે નારા લગાવી જનજાગૃતિ ફેલાવવા પ્રયત્નો કર્યા હતા.સદર રેલી માં ડાક વિભાગ માં ચાલતી વિવિધ સેવાઓ ની માહિતી જનતા સુધી પહોંચાડેલ હતી.રેલી જંબુસર મુખ્ય ઓફિસ થી નીકળી રેફરલ હોસ્પીટલ કમ્પાઉન્ડ,ડેપો સર્કલ થઈ પરત પોસ્ટ ઓફીસ કચેરી ખાતે આવેલ।રેલી માં ૭૦ જેટલા કર્મચારી ભાઈ-બહેનો જોડાયા હતા જેમાં જંબુસર સબ ડિવિઝન ના કર્મચારી સહીત ગ્રામીણ ડાક કર્મચારીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.