જંબુસર રેફરલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડતા મોટી દુર્ઘટના ટળી
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર રેફરલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.આજે સવારે હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડતા સદનશીબે કોઈ જાનહાની થઈ નથી.તાલુકાની પ્રજા મોટી સંખ્યામાં સારવાર માટે હોસ્પિટલમાં આવતા હોય છે.આવામાં આજે સવારે મહિલા વોર્ડમાં એકાએક સ્લેબમાંથી પોપડા પડતા તે જગ્યાએ કોઈ દર્દી ન હોવાથી સદ્નશીબે જાનહાની થઈ નથી.પરંતુ કહી શકાય કે હોસ્પિટલ સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે.આ બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એ.એ.લોહાણીને ટેલિફોનિક પૂછપરછ કરતા તેમણે ઉડાવ જવાબ આપતા કહ્યું હતું કે,એ તો અમે શું કરીયે લા,બિલ્ડીંગ જ જૂનું છે.અમારા હાથમાં થોડું છે.સુપ્રિટેન્ડન્ટ અને તે પણ એક જવાબદાર વ્યક્તિ જે પોતાની ફરજમાંથી દૂર ભાગી આવા ઉડાવ જવાબ આપે તે કેટલું યોગ્ય કહી શકાય. પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત,કોઈ દર્દી કે દર્દીના સગાવાળા ઉપર આ સ્લેબ પડ્યો હોત તો આનો જવાબદાર કોણ હોત?*