જંબુસર સરકારી હોસ્પીટલ ખાતે International Midwife દિવસની ઉજવણી કરવામાં આવી
(વિરલ રાણા) ભરૂચ,જંબુસર સરકારી હૉસ્પિટલના ડૉક્ટર સંદીપ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ટરનેશનલ મિડવાઇફ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડોકટર રાજુભાઈ,નરેન્દ્રભાઈ સિંધા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.પ મે એટલે મિડવાઈફ દિવસ જેની સોળ વર્ષથી મિડવાઈફરી સેવાઓ કરવામાં આવે છે અને ભારત સહિત પચાસ દેશોમાં જોડાયેલ છે.
ગુજરાત સરકાર દ્વારા મિડવાઈફની અમલવારી ઘણા વર્ષોથી કાર્યરત છે.પ્રસુતિ અંગે ગોપનીયતા આદરતા અને ગરિમા સાથે પ્રસૂતા માતાની ઈચ્છા પ્રમાણે વિવિધ પોઝિશનમાં કુદરતી રીતે પ્રસુતિ કરાવવાનો ઉદ્દેશ છે.જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે પણ છેલ્લા નવ વર્ષથી ઇન્ટરનેશનલ મિડવાઈફ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
અને ચાલુ સાલે પણ દસ માં વર્ષની ઉજવણી આજરોજ હોસ્પિટલ અધિક્ષક એ એ લોહાણીના માર્ગદર્શન હેઠળ એન પી એમ હલીમાબેન ની નિગરાનીમાં ડોક્ટર સંદીપ ચૌધરીની અધ્યક્ષતામાં ઊજવણી કરાઈ જેમાં ડોકટર રાજુભાઈ,નરેન્દ્રભાઈ સિંધા સહિત ઉપસ્થિત રહ્યા હતા. હાજર નર્સિંગ સ્ટાફ આશા બહેનો એએનસી બહેનોને મહિલાઓની પ્રસૂતિ ઘરે નહીં કરતા સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ કરાવવા જણાવ્યું.
તથા પ્રસુતિ પહેલા અને બાદમાં લેવાની સંભાળ અંગે સવિસ્તાર માહિતી ઉપસ્થિતો દ્વારા જણાવી હતી તથા સ્ટાફ દ્વારા રંગોળી ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતુ અને રાજ્યમાં હાલ ખાસ તાલીમ પામેલ એન પી એમ દ્વારા આ સેવાઓ અવિરત પણે પૂરી પાડવામાં આવે છે.ઉજવણી પ્રસંગે નેલ્સન બ્રધર્સ,નર્સિંગ સ્ટાફ, આશા,એએનસી બહેનો સહિત હાજર રહ્યા હતા.