જંબુસર સરસ્વતી વિદ્યાલય ખાતે યોગ સંવાદ યોજાયો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
જંબુસર શહેર યોગ કોચ અર્ચના પુરાણી દ્વારા જંબુસર શહેરની જનતા માટે યોગસંવાદ કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથિ વક્તા તરીકે ગુજરાત રાજ્ય યોગબોર્ડ ભરૂચ જિલ્લા કોર્ડીનેટર ભાવિની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તથા લીડર અર્પણા બિલ્લોરે,શીતલબેન પ્રજાપતિ અને મનીષભાઈ બિલ્લોરે હાજર રહ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તારની જનતા યોગમય બની દરેક વ્યક્તિ યોગ કરે અને તેના થકી શારિરીક માનસિક આધ્યાત્મિક થતાં ફાયદાનો લાભ પ્રાપ્ત કરે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે.ગત રોજ જંબુસર પંથકને યોગમય બનાવવા બેઠક યોજાઈ હતી.
જેના ભાગરૂપે સરસ્વતી વિદ્યાલય ખાતે જંબુસર યોગકોચ અર્ચના પુરાણી દ્વારા જંબુસરની જનતા ને યોગમય બનાવવા હેતુસર યોગસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત યોગબળ જીલ્લા કો ઓર્ડિનેટર ભાવિની ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ યોગ છે અને મનુષ્ય જીવનમાં યોગનું શુ મહત્ત્વ છે,યોગથી આપણે પોતાનો વિકાસ કરીએ છીએ.
પરંતુ બીજા વ્યક્તિઓ પણ યોગ થકી શારિરીક માનસિક આધ્યાત્મિક વિકાસ કરે તે ઉદાહરણ સહિત સમજાવ્યું મનુષ્ય જીવનમાં અન્ય સુખો કરતાં આ ત્રણ સુખ વિશેષ છે.આ સહિત સૂક્ષ્મ વ્યાયામ,પ્રાણાયામ અને ધ્યાનનું પ્રૅક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યુ હતુ
અને ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા તથા ટીચર્સ ટ્રેઈનીંગ ની માહિતી આપી હતી.આગામી સમયમાં યોગ ટીચર શિબિરનું જંબુસર ખાતે આયોજન કરવામાં આવનાર છે તેમાં વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.યોગસંવાદ કાર્યક્રમમાં આગેવાનો સહિત જંબુસરની જનતાએ લાભ લીધો હતો.