જંબુસર સ્વરાજ ભવન ખાતે ભરૂચ જીલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળની બેઠક મળી
ભરૂચ: ભરૂચ જીલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા યોજાયેલી બેઠકમાં જંબુસર જન વિકાસના યજમાન પદે સ્વરાજ ભવન જંબુસર ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ મહેશભાઈ રાઠોડ,નટુભાઈ રાઠોડ,ભરૂચ જયદીપભાઈ રાઠોડ,આમોદ બાલુભાઈ રાઠોડ,વાગરા તથા જન વિકાસના પ્રમુખ ચંદુભાઈ વાઘેલા,મહામંત્રી રમેશભાઈ વાઘેલા તથા પ્રોજેક્ટ મેનેજર જેસંગભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા ઉપસ્થિત મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરાયું હતુ.સમાજમાં જાગૃતિ આવે શિક્ષણનું પ્રમાણ વધે અને સમાજ સંગઠિત થાય તે સાથે રાઠોડ સમાજના ઈતિહાસની વાત રાઠોડ સમાજ વિકાસ મંડળ પ્રમુખ મહેશભાઈએ કરી હતી.
પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજની સરખામણીમાં ભરૂચ જીલ્લાના આદિવાસી કઈ રીતે જુદા પડે છે.તેની છણાવટ સાથે વાત કરી છૂપી શક્તિઓને કઈ રીતે બહાર લાવવી અને કયા બળપ્રયોગ કરી આપણે રોજી રોટી અને વિકાસ કરી રાઠોડ સમાજને જરૂર પડે જે કોઈ પ્રકારની મદદ જરૂરિયાત હોય તેવી મદદ કરવાની તત્પરતા મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ બતાવી હતી.જેસંગભાઈ ઠાકોરે જનવિકાસ સંસ્થા વતી રાઠોડ સમાજ વિકાસ મંડળને જરૂરી દસ્તાવેજી કાગળો પૂરા પાડવાની તૈયારી બતાવી હતી.સમગ્ર મીટીંગનું સંચાલન કાળીદાસ રાઠોડે કર્યું હતું તથા આભારવિધિ કલક ગામ ના ઉપસરપંચ શ્રવણભાઈ રાઠોડે કર્યું હતું.જંબુસર ખાતે યોજાયેલ બેઠકમાં જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના રાઠોડ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.