Western Times News

Gujarati News

જગતનું સૌથી ઊંચુ જાયન્ટ વ્હીલ દુબઈમાં તૈયાર થયું

દુબઈ, દુબઈ જગતનું લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનતું જાય છે. ત્યાં એક પછી એક ટુરિસ્ટ એટ્રેક્શનો બનતા રહે છે. લેટેસ્ટ એટ્રેક્શન છે જગતનું સૌથી ઊંચુ જાયન્ટ વ્હીલ. Ain Dubai નામનું આ વ્હીલ ૨૫૦ મીટર (૮૨૦ ફીટ) ઊંચાઈ ધરાવે છે. એટલે પ્રવાસીઓ સવા આઠસો ફીટ ઊંચેથી દુબાઈની સ્કાયલાઈન, સમુદ્ર, અને શહેરનો નજારો જાેઈ શકશે. પ્રવાસીઓ માટે ૪૮ હાઈટેક કેબિનો છે, જેમાં ટોટલ ૧૭૫૦ મુસાફરો સમાઈ શકે એમ છે.

દરેક કેબિનમાં ૪૦ મુસાફરો સમાવવાની ક્ષમતા છે. વ્હીલ સાયકલના પૈડાં જેવો દેખાવ ધરાવે છે. પૈડામાં આરા હોય એવા અહીં ૧૯૨ કેબલ વ્હિલમાં ગોઠવાયેલા છે. એ કેબલની કુલ લંબાઈ ૨૪૦૦ કિલોમીટર છે. બુર્ઝ ખલીફા પછી આ બીજુ જાયન્ટ બાંધકામ છે જે દુબઈની ઓળખ બનશે. કેમ કે દૂરથી એ વ્હીલ જાેઈ શકાય છે. આ વ્હીલ તૈયાર થઈ ગયું છે અને હવે ૨૧મી ઓક્ટોબરે જનતા માટે ખુલ્લુ મુકાશે.

વ્હીલ જાયન્ટ હોવાથી તેનું એક ચક્ર પુરું થવામાં ૩૮ મીનિટ લાગશે. એ દરમિયાન પ્રવાસીઓ ગ્લાસ કેબિનમાંથી દુબઈનો નજારો જાેઈ શકશે. પ્રવાસીઓ બર્થડે, એનિવર્સરી વગેરે જેવા પ્રસંગોએ કેબિનનું પ્રાઈવેટ બુકિંગ પણ કરાવી શકશે.

અમુક કેબિનમાં રેસ્ટોરાં બનાવી દેવાઈ છે, કેમ કે કેબિનો એવડી મોટી છે. કેબિનનું કદ અંદાજે બે ડબલ ડેકર બસ જેવડું છે. અત્યાર સુધી જગતનું સૌથી ઊંચુ જાયન્ટ વ્હિલ લાસ વેગાસનું હાઈ રોલર હતું, જેની ઊંચાઈ ૫૫૦ ફીટ છે. હ્યુન્ડાઈ એન્જિનિયરિંગે બાંધકામનું ઘણુખરુ કામ કર્યું છે. બાંધકામમા ૧૧,૨૦૦ ટન સ્ટીલનો વપરાશ થયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.