‘જગત જમાદાર’ને આવકારવા ઠેર ઠેર લાગેલા બેનરો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતમાં પ્રથમ વખત આવી રહ્યા છે ત્યારે તેના સ્વાગત માટે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર બે પ્રતિભાશાળી વ્યÂક્તઓનું મિલન એક અનોખું દ્રષ્ય સર્જાશે. સમગ્ર વિશ્વની નજરઅમદાવાદ આવનાર અમેરીકન પ્રેસિડેન્ટ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિલન ઉપર મંડાણી છે. આ બંન્ને મહાનુભાવોની મિત્રતા જાશે વિશ્વના રાષ્ટ્રો.
અમરેકન પ્રમુખના આગમન પહેલા જ એરપોર્ટ, તથા આજુબાજુના વિસ્તારોમાં બેનર્સ તથા પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે. જે હોર્ડીંગ્સ લગાડવામાં આવી રહ્યા છે તે વૈશ્વિક સ્તરના હોવાને કારણે આકર્ષણનું કેન્દ્ર બનશે. રર કિલોમીટરના રૂટ પર ૧૦૦થી વધુ સીસીટીવી ગોઠવવામાં આવશે. અતિથિની સલામતી સચવાય એ માટે રાજ્ય સરકાર તરફથી કોઈ કચાશ રાખવામાં આવી નથી.
રોડ શો જેનં નામ ઈન્ડીયન રોડ શો આપવામાં આવ્યુ છે.
તે રોડ શો લોકો સારી રીતે માણી શકે. તથા રજુ થનાર સાંસ્કૃતિક કાયક્રમને નિહાળી શકે તે માટે પ૦ જેટલા સ્ટેજા હશે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર રોડ શામાં આવનાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. રોડ શો દરમ્યાન વિવિધ રાજ્યોના નૃત્યો રજુ કરાશે. બોલીવુડના કલાકારો પણ કાર્યર્મમાં ઉપસ્થિત રહેશે.
મોટેરા સ્ટેડીયમમાં બનાવેલ સ્ટેજ પર તથા આસપાસ પ૦ જેટલા બેનરો જાવા મળશે જેમાં લખ્યુ છે. ટ્રમ્પની અમદાવાની મુલાકાતનો સમગ્ર કાર્યક્રમ વિશ્વમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. જાણવા મળે છે તે મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદની ધરતી પર પ્રથમ વખત જન સમુદાયને સંબોધન કરશે. ટ્રમ્પ-મોદીના રોડ શો રૂટમાં આવતી તમામ હોટલો, દુકાનો તથા કોમર્શિયલ સેન્ટરોને સીલ મરાતા, વ્યાપારીઓમાં આક્રોશ જાવા મળેં છે. ઉપરાંત ે રૂટ પર આવતી સોસાયટીના ધાબા પર પણ હથિયારધારી પોલીસો ગોઠવવામાં આવી રહી છે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ ‘મોટેરા’ માં અમેરીકન પ્રમુખના આગમન વખતે સુરક્ષામાં કોઈ કચાશ જાવા ન મળે એ માટે તકેદારી રાખવામાં આવી રહી છે. અને અમેરીકાના સિક્રેટ એજન્સીએ મોરચો સંભાળી રહ્યા છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની મેલાનિયા એરફોર્સ-૧ માં ર૪મી ફેબ્રુઆરીના રોજ આગમન કરશે. . ત્થા એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વાગત કરશે. ટ્રમ્પના વિમાનની સાથે ૭ એરક્રાફટો આવનાર છે તમાંના ૪ એરક્રાફટ રરમી સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. અમેરીકન પ્રેસિડેન્ટ અમદાવાદ ર૪મી ફબ્રુઆરીના રોજ આવનાર છે. પરંતુ અત્યારથી જ દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે તેને કારણે દુકાનદારો તથા વેપારીઓમાં રોષ જાવા મળે છે.
જગત જમાદારને આવકારવા મ્યુનિસિપલ કોર્પોરેશન પુરજાશમાં તૈયારીઓ કરી રહ્યુ છે. મ્યુનિસિપલ કમિશ્નર અવારનવાર થઈ રહેલા તૈયારીઓનું નિરીક્ષણ કરી અધિકારીઓને સુચના આપી રહ્યા છે. સ્ટેડીયમમાં હાજર રહેનારા આમંત્રિતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમેરીકન પ્રમુખ ગુજરાત આવી રહ્યા છે તેથી દરેક ગુજરાતી ગૌરવ લઈ રહ્યો છે. આજે સમગ્ર વિશ્વ ભારતની નોંધ લઈ રહ્યુ છે. ભારતમાં આગમન, તથા બે મહાનુભાવોની મુલાકાત પર વિશ્વના રાષ્ટ્રો ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.