જગન્નાથ મંદિરની ૧૦૦ મીટરની સીમામાં નિર્માણ નહિ થાય
ભુવનેશ્વર, ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે. વાસ્તવમાં, આ ડ્રાફ્ટમાં પ્રાધિકરણે જગન્નાથ મંદિરની ૧૦૦ મીટરની સીમામાં કોઈ પણ નિર્માણને પ્રતિબંધિત કરી દીધુ છે. દ્ગસ્છના આ ર્નિણયના વિરોધમાં રાજ્યની બીજુ જનતા દળ સરકાર, મંદિર સમિતિ અને અહીં સુધી કે વિપક્ષી દળો પણ વિરોધમાં છે. મંદિરના પ્રશાસને સંસ્કૃતિ મંત્રાલયને લખ્યો પત્ર મંદિરના વરિષ્ઠ સેવાદાર બિનાયક દશમોહાપાત્રાએ કહ્યુ છે કે આ ડ્રાફ્ટ ભગવાન જગન્નાથનુ અપમાન છે અને જાે જરૂર પડી તો ડ્રાફ્ટ બાયલના વિરોધમાં અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશુ.
વળી, બીજી તરફ ડ્રાફ્ટને પાછો લેવાની માંગ માટે શ્રી ક્ષેત્રધામમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. શ્રીમંદિરની ચારે તરફ રહેતા સ્થાનિક લોકો, શ્રીમંદિરા સેવકોએ આ પ્રસ્તાવિત અધિનિયમનો કડક વિરોધ કર્યો છે. સેંકડોની સંખ્યામાં શ્રીમંદિરના સેવકોએ સિંહદ્વાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ પ્રસ્તાવિત અધિનિયમને પાછો લેવા માટે શ્રીમંદિરના મુખ્ય પ્રશાસક કિશન કુમારે કેન્દ્ર સંસ્કૃતિ મંત્રાલયના સચિવને પત્ર લખીને અનુરોધ કર્યો છે.HS