જજના શરીર પર ઈજાના કારણે બેભાન થઈને પડી ગયા હતા

ધનબાદ: ઝારખંડના ધનબાદ જિલ્લા અને સત્ર જજ અષ્ટમ ઉત્તમ આનંદના મોતનો કોયડો હજુ સુધી ઉકેલાયો નથી. આ દરમિયાન તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જજનું જબડું અને માથાનું હાડકું અનેક જગ્યાએથી તૂટી ગયું હતું. બીજી તરફ, માથા પર ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું હતું. આ ઉપરાંત શરીર પર ત્રણ જગ્યાએ ઈજા અને સાત જગ્યાએ આંતરિક ઈજા થઈ હતી. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે સ્પષ્ટ કર્યુ છે કે જજના શરીર પર ઈજાના કારણે તેઓ બેભાન થઈને પડી ગયા હતા.
મગજમાં પણ ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત જજના પેટમાં લોહી જતું રહ્યું હતું. તેની સાથે પોલીસે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર આગળની તપાસ થશે. હૉસ્પિટલ દ્વારા પોલીસ ઉપરાંત ધનબાદના ડીસી અને એસડીએમને પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવ્યો છે. કોર્ટે પોલીસને જજ હત્યાકાંડમાં ધરપકડ કરવામાં આવેલો આટો ડ્રાઇવર લખન વર્મા અને રાહુલ વર્માના ચાર પ્રકારના ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે. હવે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના બ્રેન મેપિંગ, નાર્કો ટેસ્ટ સહિત ચાર ટેસ્ટ કરાવશે.
બીજી તરફ, ધનબાદના વરિષ્ઠ પોલીસ અધીક્ષક (એસએસપી) સંજીવ કુમારે જણાવ્યું કે પોલીસ જજ મોત મામલામાં ધરપકડ કરાયેલા આરોપીઓના ચાર ટેસ્ટ કરાવશે. આ મામલો ઘણો હાઇ-પ્રોફાઇલ થઈ ચૂક્યો છે કારણ કે માર્યા ગયેલા જજ આનંદ હત્યાકાંડ સહિત કેટલાક અગત્યના અપરાધિક મામલાઓની સુનાવણી કરી રહ્યા હતા. આ કેસમાં જજ આનંદના મોતનું કારણ પોલીસને હજુ સુધી જાણી નથી શકી.
જજ આનંદના પરિજનો સહિત ધારાસભ્યો અને કોર્ટ પણ આ કેસમાં સીબીઆઇ તપાસની જરૂરિયાત વિશે રજૂઆત કરી ચૂક્યા છે. બીજી તરફ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. જાેકે, હજુ સુધી સીબીઆઇએ આ મામલામાં ઔપચારિક રીતે કોઈ તપાસ શરૂ નથી કરી.