Western Times News

Gujarati News

જજાેની નિમણુૃકોમાં વિલંબને કારણે ભારતમાં ૪ કરોડથી વધુ કેસો પડતર

સરકાર ન્યાયિક નિમણુંકોથી પોતાને અળગી રાખી ન શકે: કાયદા મંત્રી કિરેન રિજીજુ

(એજન્સી) નવીદિલ્હી, ટાઈમ્સ નાઉ દ્વારા યોજાયેલા સંમેલનમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રીજીજ્‌એ કહ્યુ છે કે જજાેની નિમણુૃકોમાં થતાં વિલંબ માટે સરકાર પર આક્ષપો કરવામાં આવી રહ્યા છે. એવા સમયે ન્યાયિક નિમણુૃંકો બાબત સરકાર સંપૂર્ણપણેે પોતાનેે અળગી રાખી શકે નહી.

કાયદા મંત્રીએ કહ્યુ હતુ કે ફક્ત રાજ્ય સરકાર જ જજાેની કુળશતા અને લાયકાત બાબત નિર્ણય કરી શકે છે. અમુક વ્યક્તિ જજ માટે યોગ્ય છે કે નહી? તેઓ લીગલ રીફોર્મ ટુ પાવર ઈન્ડીયા એટ ૧૦૦ વિષય પર સંબોધન કરી રહ્યા હતા.

જે દરમ્યાન તેમણે જણાવ્યુ હતુ કે સરકારની બે પાંખોએ પોતાની મર્યાદાઓ સાચવી પરસ્પર સહયોગ સાથે કામ કરવુ જાેઈઅ. અને સર્વ સામાન્ય નિર્ણય ઉપર પહોંચવુ જાેઈએ. તેમણે કહ્યુ હતુ કે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે કોઈ મુદ્દો નથી. અને આ બધા મતભેદોની વાતો ઉભી કરાયેલ છે અને ખોટા આક્ષેપો મુકવામાં આવે છે.

તેમણે જણાવ્યુ હતુ કે બંન્ને વચ્ચે કોઈપણ બાબત નિશ્ચિત રીતે એકબીજા ઉપર ઠોકી બેસાડાય નહી.કારણ કે બંન્ને અક જ સિસ્ટમના ભાગ છે. તમને જજાે સાથે કોઈપણ વિશેષ સંબધ નથી.

મોટી સંખ્યામાં પડતર કેસો બાબત પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યુ હતુ કે જુદા જુદા કારણો અને માળખાગત સગવડનોા લીધે ચાર કરોડથી પણ વધુ કેસો પડતર છે. ન્યાયતંત્રના અને સરકાર વચ્ચે મતભેદો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યુ હતુ કે ‘લોકશાહી પ્રણાલીમાં મતભેદો તો હોવાના જ છે. અમુક વખત સરકારનું મંતવ્ય ન્યાયતંત્ર કરતા જુદા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.