જતંર-મંતર પર સત્યાગ્રહની મંજૂરી અંગે સુપ્રીમકોર્ટ લાલચોળ
શહેરનું ગળું દબાવ્યું, હવે અંદર આવવા માગો છો
નવી દિલ્હી, ખેડૂતોના આંદોલન મામલે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં પોતાની વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે તમે શહેરનું ગળું દબાવ્યું છે, હવે તમે શહેરની અંદર આવવા માગો છો. ખેડૂતોના એક સંગઠન ‘કિસાન મહાપંચાયત’ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી,
જેમાં દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહની મંજૂરી માગવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે ખેડૂત સંગઠન પહેલાથી જ વિવાદિત ખેતી કાયદાને પડકાર આપવા માટે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે, હવે કાયદા સામે આંદોલન ચાલુ રાખવાનો શું મતલબ છે?
જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું, સત્યાગ્રહનો શું મતલબ છે? તમે કોર્ટને તમારી વાત જણાવી દીધી છે. કોર્ટ પર વિશ્વાસ રાખો. તમે એકવાર કોર્ટમાં પહોંચી ગયા તો હવે પ્રોટેસ્ટનો શું મતલબ છે? શું તમે જ્યુડિશિયલ સિસ્ટમ સામે પ્રદર્શન કરી રહ્યા છો? સિસ્ટમ પર વિશ્વાસ રાખો.
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા કરવામાં આવેલા રસ્તાની નાકાબંદી સામે આલોચનાત્મક ટિપ્પણી કરી છે. ખેડૂત મહાપંચાયત તરફથી કહેવામાં આવ્યું છે કે રસ્તો તેમણે બ્લોક નથી કર્યો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે સોગંદનામું રજૂ કરો કે તમે રસ્તો બ્લોક નથી કર્યો.
જસ્ટિન ખાનવિલકરે કહ્યું, તમે આખા શહેરનું ગળું દબાવ્યું છે અને હવે તમે શહેરની અંદર આવવા માગો છો. આસપાસમાં રહેતા લોકો શું પ્રોટેસ્ટથી ખુશ છે? આ બધું અટકવું જાેઈએ. તમે સુરક્ષા અને ડિફેન્સ પર્સનલને રોકો છો. આ મીડિયામાં છે. આ બધું રોકાવું જાેઈએ. એકવાર તમે કાયદાને પડકારવા માટે કોર્ટમાં આવી ચૂક્યા છો, તો પ્રોટેસ્ટનો કોઈ મતલબ નથી.