જનતાની ઈચ્છા મુજબ દેશનું શાસન ચાલશે સુપ્રીમકોર્ટ અમને કોઈ ચેતવણી ન આપી શકે!!: કાયદા મંત્રી
ભારતનું બંધારણ એ સર્વોપરી કાયદો છે અને તેનું અર્થઘટન કરવાની જવાબદારી સુપ્રીમકોર્ટને બંધારણે સોંપી છે ત્યારે સરકારો બંધારણના મૂળભૂત માળખામાં જનતાને નામે હસ્તક્ષેપ કઈ રીતે કરી શકે?!
તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટની છે ડાબી બાજુ ની તસ્વીર સુપ્રીમકોર્ટ ના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એફ.ફલી નરીમાન ની છે જ્યારે દેશના જાણીતા શ્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધરાશાશ્ત્રી એફ નરીમાને કહ્યું છે કે ભગવાન સુપ્રીમ કોર્ટને બચાવે કારણકે આપણે એના ભૂલવું જાેઈએ કે અત્યારે સુપ્રીમ કોર્ટના સત્તા ની સત્તા એ લોકોના વિશ્વાસનું મુખ્ય કેન્દ્ર છે
જ્યારે ઇન્સેટ તસવીર સુપ્રીમકોર્ટના ધારાશાસ્ત્રી શ્રી અરવિંદભાઈ દાતારની છે તેમને તાજેતરમાં કહ્યું છે કે “બંધારણના મૂળભૂત માળખાનું રક્ષણ થવું જાેઈએ બંધારણને માન આપવાની દરેકની ફરજ છે! બંધારણીય સુધારા એવા ન હોવા જાેઈએ કે સમાજના કોઈ ચોક્કસ વર્ગને હાની થાય અને કોઈ ખાસ વર્ગને લાભ થાય!
દેશના બંધારણ સાથે ચેડા કરી શકાય નહીં તેનું રક્ષણ થવું જાેઈએ દેશના બંધારણના મૂળભૂત માળખા સાથે છેડછાડ કરાશે તો લોકશાહીનો નાશ થશે”!! આ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય જાેતા એ સ્પષ્ટ થાય છે કે “કાયદાનું શાસન એટલે દેશના સર્વોચ્ચ એવા બંધારણનું શાસન”!!
અને આથી દેશમાં કાયદાનું શાસન જાળવવાનું કામ દેશની સરકારનું છે જ, પણ સુપ્રીમ કોર્ટની મોટી જવાબદારી છે નહીં તો વકીલોની વકીલાત નો કોઈ અર્થ નહિ રહે!
( તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ સહાયક ગઝાલા શેખ)
અમેરિકામાં કાયદાનું ઘડતર કરવામાં ન્યાયાધીશો મુખ્ય છે- રૂઝવેલ્ટ
અમેરિકાના પ્રમુખ થિયેટર રૂઝવેલ્ટે કહ્યું છે કે “અમેરિકામાં કાયદાઓનું ઘડતર કરવામાં ન્યાયાધીશો મુખ્ય છે તેઓ બંધારણનો અર્થઘટન કરતા નવો જ કાયદો ઘડે છે એટલું જ નહીં પરંતુ સરકારે ભવિષ્યના કાયદા ઘડવા માટે કેવી નીતિ અપનાવી તેની તરફ તેઓ અંગુલી નિર્દેશ કરે છે”!!
જ્યારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે “બાહ્ય આક્રમણોથી અમેરિકા ક્યારેય ધ્વસ્ત નહીં થાય સિવાય કે આપણે લડખડાઈ પડીએ”!! ભારતમાં દેશનું બંધારણ સ્પષ્ટ હોવા છતાં કેન્દ્ર સરકાર ના કાયદા મંત્રી શ્રી કિરણ રીજ્જુએ સુપ્રીમકોર્ટ સાથે વિવાદ આગળ વધારાતા કહ્યું છે કે “જનતા અમારી માલિક છે
સુપ્રીમકોર્ટ અમને ચેતવણી ન આપી શકે”!! જેની ચર્ચા હવે પ્રતિભાશાળી વકીલો સુધી પહોંચી છે સરકારના મંત્રીશ્રીઓએ દેશના બંધારણનો અભ્યાસ કરીને જ પોતાના નિવેદનો કરવા જાેઈએ નહીં તો પરોક્ષ રીતે દેશના પવિત્ર ગ્રંથ ‘બંધારણ’નું અપમાન ગણાશે અને દેશની જનતાને સરકાર કે પોલીસ ના હવાલે કરી શકાય નહીં!!
આ દેશની માલિક જનતા છે અને અમે તેના સેવક છીએ આપણે બધા જ અહીંયા સેવક છીએ અમારું માર્ગદર્શન બંધારણ છે જનતાની ઈચ્છા મુજબ દેશનું શાસન ચાલશે સુપ્રીમકોર્ટ કોઈ ચેતવણી ન આપી શકે – કાયદા મંત્રી શ્રી કિરણ રીજ્જુ
દેશના બંધારણની ભાષા સુપ્રીમકોર્ટ બોલતી જ નથી તેનો અમલ કરે છે અને કરાવે છે!
જ્યારે સરકારો ગમે તે પક્ષની હોય તેમને ન્યાયતંત્રનું બંધારણીય અર્થઘટન ખટકતું રહ્યું છે! તાજેતરમાં કાયદામંત્રી એ તો પોતે બંધારણનું અર્થઘટન કરતા કહી દીધું કે “જનતા આ દેશની માલિક છે અને અમે તેના સેવક છીએ જનતાની ઈચ્છા મુજબ શાસન ચાલશે સુપ્રીમકોર્ટ અમને ચેતવણી ન આપી શકે”!!
હવે દેશના બંધારણની કલમ ૧૩ ૨ માં ઠરાવાયું છે કે દેશના બંધારણ સાથે અસંગત હોય તેવા તમામ કાયદા રદબાતલ ગણાશે જે દર્શાવે છે કે સુપ્રીમકોર્ટને જ બંધારણ સાથે સુસંગત કાયદા છે કે નહીં તે નક્કી કરવાની સત્તા છે અને કોઈપણ કાયદો સુપ્રીમકોર્ટ ઘેર બંધારણીય ઠરાવે કે સરકાર કોઈ કાયદાનો ખોટું અર્થઘટન કરી કોઈ ભારતના નાગરિકને જેલમાં પૂરી દે તો તેને છોડવા હુકમ કોર્ટ કરે
અને સરકાર સુપ્રીમકોર્ટના આ દેશનો અમલ ના કરી કોઈ વ્યક્તિને જેલમાં પૂરી રાખે તો તેવા સંજાેગોમાં દેશના બંધારણીય મૂલ્યો પ્રસ્થાપિત કરવા સુપ્રીમકોર્ટ કોઈપણ પક્ષની સરકારને ચેતવણી આપી શકે કારણ કે ન્યાયતંત્ર એ નિષ્પક્ષ અને સ્વતંત્ર છે ત્યારે દેશના કાયદા મંત્રી આત્મદર્શન કરે અને વકીલો પણ આ મુદ્દાની ગંભીરતા સમજે એ જરૂરી છે!
સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ફલી એસ.નરીમાન કહે છે કે “ભગવાન સુપ્રીમ કોર્ટને બચાવે જ્યારે સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ધરાશાસ્ત્રી અરવિંદ દાતાર કહે છે કે આપણે બંધારણના મૂળભૂત માળખા સાથે છેડછાડ કરીશું તો લોકશાહી નાશ પામશે”!! રાજકીય કંઠી બાંધી લીગલ સેલમાં સામેલ વકીલો હવે વિચારશે?!