Western Times News

Gujarati News

જનતાની ડિમાન્ડ પર આત્મા બનીને સુશાંત આવ્યો હતો

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતનો કેસ જ્યારથી સીબીઆઈના હાથમાં આવ્યો છે. ત્યારથી દરરોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સુશાંત માટે ન્યાયની માગ ઝડપી બની છે અને ટ્‌વીટર પર ઈંઉર્ટ્ઠિિર્ૈજિકજિીજીઇ છવાયેલું છે. અંકિતા લોખંડેથી લઈને વિકાસ ગુપ્તા, ઝરીન ખાન અને અર્જુન બિજલાણી સુધી, અનેક ટીવી સ્ટાર્સ સુશાંતને ન્યાય અપાવવા માટે સાથે આવ્યા છે. જોકે, જ્યારે સુશાંત ટેલિવિઝનમાં એક્ટિવ હતો ત્યારે પણ તેના કેરેક્ટરને મારી નાખવામાં આવતા ફેન્સની ડિમાન્ડ પર ફરી આત્મા બની કમબેક કર્યું હતું.

શોની સિકવન્સમાં સુશાંતને મારી નાખવામાં આવ્યો હતો આ વાત દર્શકોને પચી નહીં, સુશાંતના કમબેકની માગણી

સુશાંત સિંહ ૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદ્રામાં પોતાના ઘરે જ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. એક્ટરની આત્મહત્યાનું દુઃખ હજુ પણ લોકોના મનમાં છે. તે પોતાના પ્રેમાળ હીરો વિશે નવી નવી ચીજો શૅર કરતાં રહે છે. આજે અમે તમને સુશાંતના કરિયરનો એક કિસ્સો જણાવવા જઈ રહ્યાં છીએ, જ્યારે એક ટીવી શોમાં તેણે આત્મા તરીકે એન્ટ્રી કરીને દરેકને ઝટકો આપ્યો હતો. આ વાત ટીવી શો ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ દરમિયાનની છે.

સુશાંતે પોતાના કરિયરની શરુઆત એકતા કપૂરના ટીવી શો ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’થી કરી હતી. આ શોમાં સુશાંત ‘પ્રીત જુનેજા’ના કેરેક્ટરમાં જોવા મળ્યો હતો. તે સેકન્ડ લીડ રોલમાં હતો તો લીડ રોલમાં હર્ષદ ચોપડા અને અદિતી ગુપ્તા હતી. એક રિપોર્ટ અનુસાર આ શોના એક સીકવન્સમાં સુશાંતના ‘પ્રીત’ કેરેક્ટરને મારી નાખવામાં આવ્યો હતો. આ વાત દર્શકોને પચી નહીં અને તેઓ સુશાંતના કમબેકની માગણી કરવા લાગ્યા હતાં. આખરે જનતાની ડિમાન્ડ પર સુશાંતને ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં કમબેક કરાવ્યું. આ શોની ફિનાલે સીરિઝમાં સુશાંતે એક આત્મા તરીકે એન્ટ્રી કરી હતી અને લોકોને ખુશ કર્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.