જનતા ઓકસીજન માટે ભટકે ભાજપ ખોટું બોલી રહી છે : અખિલેશ
લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપની સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે જનતા ઓકસીજન માટે ભટકી રહી છે આ ખુબ દુખદ છે.સપા પ્રમુખે કહ્યું કે જે રીતે ઉત્તરપ્રદેશના લોકો ઓકસીજન માટે દર દર ભટકી રહી છે તે ખુબ દુખદ છે અને તેનાથી પણ દુખ એ છે કે ભાજપ નેતૃત્વવાળી સરકાર જાહેરમાં ખોટું બોલી રહી છે કે કયાંક કોઇ કમી નથી
અખિલેશ યાદવે કહ્યું કે આ એક નૈતિક અપરાધ છે હવે તો ભાજપના સમર્થક પણ આ જુઠમાં પોતાનાને ગુમાવવા માટે મજબુર છે તેમણે કહ્યું કે સત્યનું આટલું અપમાન પહેલા કયારેય થયું નથી
અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ સરકારે સત્તાના દંભ છોડી એક પરિવારવાળાની જેમ વિચારવું જાેઇએ અને તેને તાકિદે કોરોના પીડિતોના ઘરો પર પણ ઓકસીજનની વ્યવસ્થા કરવી જાેઇએ સપા પ્રમુખે કહ્યું હતું કે કોવિડ ૧૯ રસીના ભાવ દરેક સ્થળે એક જ હોવા જાેઇએ અને દેશભરમાં મફત રસીકરણની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.