Western Times News

Gujarati News

જનતા માટે રાહતના સમાચાર પેટ્રોલ અને ડિઝલ સસ્તું થયું

નવી દિલ્હી: સપ્તાહના પહેલા દિવસ એટલે કે સોમવારે જનતાને મોટી રાહત મળી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં નરમીને કારણે સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે પેટ્રોલનો ભાવ ૧૪ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૧૫ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૮૧.૭૨ રૂપિયા છે. બીજી તરફ, એક લીટર ડીઝલનો ભાવ ૭૨.૭૮ રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ ગબડી રહ્યા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

એવામાં એક્સપર્ટ્‌સ ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે. જો ક્રૂડમાં ૨૦ ટકાનો ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં ૫ ટકા ભાવનો ઘટાડો આવી શકે છે. જેથી પેટ્રોલ અને ડીઝલ ૨.૫થી ૩ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે. દિલ્હી- પેટ્રોલ ૮૧.૭૨ રૂપિયા અને ડીઝલો ૭૨.૭૮ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ ૮૮.૩૮ રૂપિયા અને ડીઝલ ૭૯.૨૯ રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતામાં પેટ્રોલ ૮૩.૨૩ રૂપિયા અને ડીઝલો ૭૬.૨૮ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ ૮૪.૭૨ રૂપિયા અને ડીઝલો ૭૮.૧૨ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.