Western Times News

Gujarati News

જનધન એકાઉન્ટમાં જમા થયેલી રકમ 15000 કરોડથી વધીને 1.46 લાખ કરોડ પર પહોંચી

નવી દિલ્હી, નાણા મંત્રાલય હેઠળ કામ કરતા વિભાગનુ કહેવુ છે કે, પ્રધાન મંત્રી જન ધન એકાઉન્ટમાં જમા થનારી રકમમાં આ યોજના શરુ થઈ તે પછી ઘણો વિધારો થયો છે.

આ વિભાગના કહેવા પ્રમાણે માર્ચ 2015માં જનધન એકાઉન્ટમાં જમા રકમ 15000 કરોડ રુપિયા જેટલી હતી.જે હવે વધીને 1.46 લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે.જે આ કાર્યક્રમની સફળતાનો પૂરાવો છે.

બીજી તરફ બેન્કોએ જનધન એકાઉન્ટ ધરાવતા લોકોને મફત એક્સીડન્ટ ઈન્સ્યોરન્સ કવર આપતા 31.67 કરોડ રુપિયાના ડેબિટ કાર્ડ આપ્યા છે.અત્યાર સુધીમાં 43 કરોડ જેટલા જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે,જન ધન એકાઉન્ટ યોજના હેઠળ ડેબિટ કાર્ડ પર અપાતા મફત એક્સીડન્ટ ઈન્સ્યોરન્સ કવરને પણ બમણુ કરીને બે લાખ રુપિયા કરી દેવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.