Western Times News

Gujarati News

જનરલ નરવણેએ હાલ CDSની કેટલીક જવાબદારીઓ સંભાળી

File

નવી દિલ્હી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિર્ધારિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી આપી હતી. જાેકે આ અંગેનો ર્નિણય ક્યાં સુધીમાં લેવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું ગત ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું.

જનરલ બિપિન રાવતના અવસાન બાદ આગામી સીડીએસના નામને લઈ ચર્ચા થઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, ત્રણેય સેના પ્રમુખમાંથી જ દેશના આગામી સીડીએસની પસંદગી થઈ શકે છે. આ બધા વચ્ચે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ હાલ સીડીએસની કેટલીક જવાબદારીઓને ચીફ ઓફ સ્ટાફ કમિટિના અધ્યક્ષ તરીકે સંભાળી લીધી છે. ચીફ ઓફ સ્ટાફ કમિટિ (સીઓએસસી)માં થલ સેના, નૌસેના અને વાયુ સેનાના પ્રમુખ સામેલ છે.

આ સમિતિ સૈન્ય મુદ્દાઓને નિર્ધારિત કરનારી મુખ્ય સંસ્થા છે. જનરલ રાવતે કાર્યભાર સંભાળ્યો તે સાથે જ ૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સીડીએસના પદની રચના કરવામાં આવી હતી. સીડીએસને સમિતિના સ્થાયી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જનરલ રાવતના અવસાન બાદ જનરલ નરવણેએ ર્ઝ્રંજીઝ્રનું પદ સંભાળી લીધું છે કારણ કે, તેઓ સેવારત પ્રમુખોમાં સૌથી વરિષ્ઠ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.