જનરલ મોટર્સ ભારતનો તેનો છેલ્લો પ્લાન્ટ બંધ કરી દેશે
નવી દિલ્હી, કોરોના મહામારીએ દુનિયાભરના અર્થતંત્રને ભારે નુંકશાન પહોંચાડ્યું છે. દુનિયાની અનેક જાણીતી કંપનીઓ પોતાના સ્ટાફ ઘટાડી રહી છે અથવા તો કંપનીના પ્લાન્ટ જ બંધ કરી રહી છે. આ કડીમાં નાતાલ પહેલા જ એક બહુરાષ્ટ્રીય કંપનીએ પોતાનો પ્લાંટ બંધ કરવાનો ર્નિણય લીધો છે.
ભારત અને ચીનમાં ચાલી રહેલા તણાવના કારણે ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ ભારતમાં પોતાના આખરી પ્લાન્ટ બંધ કરી દેશે. જનરલ મોટર્સ મહારાષ્ટ્ર સ્થિત પોતાના અંતિમ પ્લાન્ટને ચીનની સૌથી મોટી એસયૂવી બનાવનાર કંપની ગ્રેટ વોલ મોટર્સને વેચવા માંગે છે. કંપનીના આ ર્નિણયથી ૧૮૦૦ પરિવારો પર અસર પડશે.
આ પ્લાન્ટ મહારાષ્ટ્રના તાળેગાવમાં આવેલો છે. કંપનીએ ૧૯૯૬માં ભારતમાં પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું. આ સોદા સાથે જ જનરલ મોટર્સના ભારતમાં ઓપરેશન સંપૂર્ણપણે બંધ થઇ જશે. આ અગાઉ ૨૦૧૭માં જનરલ મોટર્સ ગુજરાતના હાલોલ સ્થિત બીજા પ્લાન્ટને ચીનની સેઈકને વેચી ચૂકી છે. હાલ આ પ્લાન્ટને એમજી મોટર્સ ઉપયોગ કરી રહી છે. તાલેગાંવ પ્લાન્ટમાં ૧૮૦૦ પગારદારો અને કલાકોના અનુસાર કામ કરનાર કર્મચારી કાર્યરત છે.
ચીનની ગ્રેટ વોલ મોટર્સ ભારતમાં ૭,૩૦૦ કરોડ રૂપિયા એટલે કે ૧ અરબ ડોલરનું રોકાણ કરવા જઇ રહી હતી. કંપનીની યોજના પોતાની મુખ્ય એસયુવી બ્રાંડ હેવલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં લાવવાની હતી. ભારતમાં આ રોકાણથી લગભગ ૩,૦૦૦ લોકોને સીધો રોજગારી મળી હતી.SSS