જનરલ સ્ટોર્સ નજીક સાપ આવી પહોંચતા દોડધામ

સાપને દુકાનમાં જતો રોકવા પાછળથી ખેંચતો યુવાન સીસીટીવી કેમેરામાં કેદ ઃ સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ ના ટંકારીયા થી કાંધ ગામ ના જવાના માર્ગ ઉપર જનરલ સ્ટોર નજીક કેટલાક યુવાનો મોબાઈલ માં મશગુલ બન્યા હતા.ત્યારે નજીક સાપ આવી જતા યુવાનો ચોંકી ઉઠ્યા હતા અને સાપ દુકાન માં પ્રવેશે તે પહેલા જ સાપ ને પાછળ થી પકડી બહાર ખેંચી જમીન ઉપર પટકારતા હોવાના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે.
સોશ્યલ મીડિયા ઉપર એક વિડીયો ટંકારીયા ગામે થી વાયરલ થયો છે.જેમાં ભરૂચ તાલુકા ના ટંકારીયા ગામે થી કાંધ ગામે જવાના માર્ગ ઉપર ભોજાણી જનરલ સ્ટોર્સ નજીક કેટલાક યુવાનો મોબાઈલ માં મશગુલ હતા.તે દરમ્યાન તેઓ પાસે અચાનક સાડા ત્રણ થી ચાર ફૂટ નો સાપ આવી પહોંચતા નાસભાગ મચી જવા પામી હતી અને તે સાપ જનરલ સ્ટોર્સ માં પ્રવેશે તે પહેલા જ એક યુવાન સાપ ને દુકાન માં જતો રોકી સાપ ની પૂંછડી પકડી બહાર ખેંચી રહ્યો હોવાનો વિડીયો સીસીટીવી કેમેરા માં કેદ થતા તેને સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરાયો હતો.