Western Times News

Gujarati News

જનશતાબ્દી, લોકશક્તિ અને સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનનું નડિયાદ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનોને ૯મી માર્ચ ૨૦૨૨થી પ્રાયોગિક ધોરણે ૬ મહિના માટે નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે.

જેની વિગતો નીચે મુજબ છેઃ- ટ્રેન નંબર ૨૦૯૪૭ અમદાવાદ-એકતાનગર જનસતાબ્દિ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય ૦૮.૨૬/૦૮.૨૮ કલાકનો રહેશે, ટ્રેન નંબર ૨૦૯૫૦ એકતાનગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો સમય

નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય ૨૨.૨૩/૨૨.૨૫ કલાકનો રહેશે, ટ્રેન નંબર ૨૨૯૨૭ બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય ૦૩.૦૭/૦૩.૦૯ રહેશે, ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય ૦૩.૪૨/૦૩.૪૪ કલાકનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.