જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા “મહિલા રોજગાર/મહિલા આરોગ્ય” વિષયક એક કાર્યક્રમનું આયોજન
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧” અંતર્ગત ભીના/સૂકા કચરાનું વર્ગીકરણ કરી યોગ્ય નિકાલ કરવા માટે જનજાગૃતિ અભિયાન તથા જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા “જનસંખ્યા નિયંત્રિત કાનૂન” તેમજ “મહિલા રોજગાર/મહિલા આરોગ્ય” વિષયક એક કાર્યક્રમનું આયોજન શ્રી લીંબચ માતા મંદિર, સેક્ટર-૧૩, ગાંધીનગર ખાતે તારીખ-૨૦/૧/૨૦૨૧ ને બુધવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે કરવામાં આવ્યું હતું.
જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ સંદીપસિંહ ગોહિલ, વેટરનરી ઓફિસર શ્રી મૌલિક પટેલ, જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનોદકુમાર ઉદેચા, મહિલા સચિવ શ્રીમતી સોનલબેન કંસારા, શ્રી વિજયભાઈ ત્રિવેદી, નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદ જિલ્લા અધ્યક્ષ શ્રી સુરેશભારતી ગોસ્વામી વગેરે મંચસ્થ ઉપસ્થિત રહેલ.
ભારત માતાના ચરણોમાં શુભ દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. શ્રી વિનોદકુમાર ઉદેચા દ્વારા સૌને સ્વાગત પ્રવચન દ્વારા આવકારાયેલ. ત્યારબાદ સંદીપસિંહ ગોહિલ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧ અંગે માર્ગદર્શિત કરાયેલ. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયેલ.
અમદાવાદ અને કલોલથી ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા શ્રી વિનોદકુમાર ઉદેચાનું શાલ અને સ્મૃતિચિહ્નથી અભિવાદન કરાયેલ. ત્યારબાદ વિનોદ કુમાર ઉદેચા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યુવા અને ખાસ તરીકે મહિલાઓને પગભર થવાની વિવિધ યોજનાઓની ઊંડાણપૂર્વક માહિતી અપાયેલ તથા સખીમંડળોના નિર્માણ થકી મહિલા ઉત્કર્ષ અને વિધવા સહાય પેન્શન અંગે માર્ગદર્શિત કરાયેલ. તેઓ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧ અંતર્ગત ભીના અને સૂકા કચરા તથા કચરા કમ્પોસ્ટ અંગે વિશેષ માહિતી પૂરી પડાયેલ.
સાથે સાથે ભારત દેશમાં વસ્તી વિસ્ફોટ થકી વધતી જતી જનસંખ્યાના કારણે ઉદભવેલ બેરોજગારી, વર્ગ-વિગ્રહ, લૂંટફાટ પાણી તેમજ અનાજની કટોકટી, મોંઘવારી વગેરે જેવી સમસ્યાઓએ ભરડો લીધો છે ત્યારે દેશમાં “જન નિયંત્રિત કાનૂન” તત્કાલીન ધોરણે સંસદના બંને ગૃહમાં બહુમતીથી પસાર કરી તાત્કાલિક ધોરણે સમગ્ર દેશમાં સમાન ધોરણે લાગુ કરવા અંગેની ઉગ્ર માંગને દોહરાવતા સર્વેને આ આંદોલનમાં જોડાવા હાકલ કરાયેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહેવા પામેલ.
કાર્યક્રમના અંતે સ્વચ્છતા તેમજ જન નિયંત્રિત કાનૂન અભિયાનમાં જોડાવા અંગે ઉપસ્થિત સર્વેએ સમૂહમાં શપથ ગ્રહણ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સેને. ઇન્સ. શ્રી સુનીલભાઈ સોલંકી, સબ સેન્ટર. ઇન્સ. શ્રી અશોક મકવાણા તથા સ્ટાફગણ તેમજ જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના સચિવ શ્રીમતિ છાયાબેન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા.
યુવા પ્રદેશ અધ્યક્ષ શ્રી મયુર પટેલ, મહિલા સચિવ ખુશ્બુ પરમાર, રાજ્ય કાર્યકારિણી સદસ્ય પ્રિયંકા શ્રીવાસ્તવ, નલીનીબેન શ્રીવાસ્તવ, ભારતીબેન વાઘેલા, સોશિયલ મીડિયા પ્રભારી ભવ્ય ગાયકવાડ, તુષાંગ પારેખ, હાર્દિક પ્રજાપતિ, હિતેશ ખરાડી વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમમાં અમદાવાદથી શ્રી કમલેશભાઈ સોની, શ્રી મનોજભાઈ સોની, કલોલથી શ્રી ગીરીશભાઈ સોની, શ્રી જગદીશભાઈ પરમાર, ભરતભાઈ આરસોડિયા, ખેમાભાઈ સોલંકી, ગુણવંત સુતરીયા, ઉર્મિલા પાંડે, મીનાબેન પરમાર તથા અન્ય મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.