જના સ્મોલ ફાઇનાન્સ બેંક અને એક્સિસ સીક્યો. ઇન્વેસ્ટમેન્ટ ઓફર કરવા જોડાણ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/JanaSmallfinance-1024x768.jpg)
બેંગલોર, તાજેતરમાં પોતાની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરનાર જના સ્મોલ ફાઇનાન્સ બેંકએ આજે એના ગ્રાહકોને 3-ઇન-1 એકાઉન્ટ દ્વારા બેંકિંગ અને રોકાણની સુવિધા પ્રદાન કરવા એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એક્સિસ સીક્યોરિટીઝ સાથે જોડાણની જાહેરાત કરી હતી. 3-ઇન-1 એકાઉન્ટમાં સેવિંગ્સ બેંક એકાઉન્ટનું મેઇન્ટેનન્સ જના સ્મોલ ફાઇનાન્સ બેંક કરે છે તથા ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સનું મેઇન્ટેનન્સ એક્સિસ સીક્યોરિટીઝ કરે છે.
3-ઇન-1 એકાઉન્ટથી ગ્રાહકો ઝડપથી ફંડ ટ્રાન્સફર કરી શકશે, તેમનું પેપરવર્કનું ભારણ ઘટશે તથા સૌથી મહત્વપૂર્ણ એક્સિસ સીક્યોરિટીઝ દ્વારા ઓફર થતાં મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઇપી, ઇક્વિટીઝ અને રોકાણના અન્ય માધ્યમો સહિત વિવિધ રોકાણના માધ્યમોમાં રોકાણ કરવા સિંગલ સરળ પ્લેટફોર્મ પબ્રદાન કરશે. ગ્રાહકો ટ્રેડિંગ/ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, સ્ટોક બ્રોકિંગ, રોકાણ અંગે સલાહ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ જેવી એક્સિસ સીક્યોરિટીઝની વિવિધ સેવાઓનો લાભ લઈ શકે છે.
આ પ્રસંગે જના સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ અજય કન્વાલે કહ્યું હતું કે, “અમને અમારા ગ્રાહકોને સ્કેલેબલ 3 ઇન 1 પ્લેટફોર્મ પ્રદાન કરવાની ખુશી છે. એક્સિસ સીક્યોરિટીઝ સાથેનું આ જોડાણ અમારા ગ્રાહકોને તેમની સંપત્તિની સર્જનની સફરમાં મદદરૂપ થાય એવા સ્માર્ટ ફાઇનાન્સિયલ ટૂલ્સની સુવિધા પ્રદાન કરીને તેમની સાથે અર્થસભર સંબંધોનું નિર્માણ કરવાના અમારા પ્રયાસોને જાળવી રાખશે.
અમારું માનવું છે કે, જનાના ગ્રાહકો માટે મુખ્ય આકર્ષણ મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી છે, જેમાં તેઓ તેમની પસંદગીની એમએફ સ્કીમાં દર મહિને પૂર્વનિર્ધારિત રકમનું રોકાણ કરી શકે છે.”
આ પાર્ટનરશિપ પર એક્સિસ સીક્યોરિટીઝના એમડી અને સીઇઓ શ્રી બી ગોપકુમારે કહ્યું હતું કે, “અમને જના સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણ કરવાની ખુશી છે. અમને તેના ગ્રાહકોને અમારા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન પ્રદાન કરવાનો આનંદ છે.
અમને વિશ્વાસ છે કે, જના સ્મોલ ફાઇનાન્સ બેંકના ગ્રાહકોને અમારા ટેકનોલોજી-સંચાલિત, ઉત્પાદનોની ડાયનેમિક રેન્જ અને કિંમતી સંશોધનાત્મક જાણકારીની સરળ અને સાતત્યપૂર્ણ સુલભતાનો લાભ મળશે. આ જોડાણ રોકાણકારોને સક્ષમ બનાવવાની અમારી સફરમાં એક વધુ પગલું છે, જેથી તેઓ સુમાહિતગાર રોકાણના નિર્ણયો લઈને તેમના ફાઇનાન્સની જવાબદારી લેવા સક્ષમ બનશે.”