જનેતાએ તરછોડી મૂકેલી દીકરીને ઈટલીના દંપત્તિએ દત્તક લીધી
ઇટલીથી મમ્મી પપ્પા અંબે ને લેવા આવી પહોંચ્યા: રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની હાજરીમાં દત્તક વિધિ: જનેતાની ક્રૂરતાનો ભોગ બનેલી અને ઉજ્જવળ ભવિષ્ય મળે તેવી શુભકામનાઓ મળી.
લાડકી દીકરી અંબે આજે ઇટલી જવા ઉડાન ભરશે, વિશ્વભરમાંથી જેના માટે પ્રાર્થનાઓ થઈ હતી તેવી રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ માં રહેતી અને પોલીસે દત્તક લીધેલી અંબેને ફરવા માટે ઇટલીથી તેના માતાપિતા આવ્યા છે. આજે કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણી અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,
કાઠિયાવાડ બાલાશ્રમ ના પ્રમુખ હરેશભાઇ વોરા ની ઉપસ્થિતિમાં દીકરી અંબે ને ઇટલીથી આવેલા મમ્મી પપ્પાના ખોળામાં અપાશે. હજુ તો દુનિયામાં જન્મ લીધો ત્યાં જ જનેતાની નિર્દયતા નો ભોગ બનનાર અને અતિ પીડામાંથી પસાર થયેલી અંબે ને હવે ઉજ્જવળ ભવિષ્ય મળે તેવી શુભકામનાઓ સાથે સૌરાષ્ટ્રવાસીઓ ભાવુકતા સાથે વિદાય આપશે.
વર્ષ ૨૦૦૦ની સાલમાં રાજકોટની ભાગોળે મહીકા અને ઠેબચડા વચ્ચે નિર્દયી રીતે જનેતાએ તરછોડી રીત દીકરી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી અંબા ને બચાવવા માટે દુનિયાભરમાં થી દુઆ વો થઈ હતી, મહિલાઓની સારવારના અંતે અંબે ની નવું જીવન મળ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે બે વર્ષ અગાઉ તાજી જન્મેલ બાળકી કચરામા તરછોડેલી ખૂબજ નાજુક હાલતમાં મળેલ જેની સારવાર સરકાર અને વહિવટી તંત્ર દ્વારા કરવામા આવી હતી. ત્યારબાદ કાઠિયાવાડ બાલાશ્રમે ઉછેરીને મોટી કરી. આજે દિકરી ચિ. અંબાને મારા હસ્તે દત્તક લેનાર ઇટાલીના દંપતિને સોંપી ગર્વની લાગણી અનુભવુ છું.
આ સમયે રાજકોટ પોલીસ કમિશનર એ દીકરી અંબે ને દત્તક લઇ તેનું નામકરણ પર તેમના દ્વારા જ કરવામાં આવ્યું હતું. થોડા થોડા સમયના અંતરે બાલાશ્રમમાં રહેલી આ દીકરીને મળવા માટે રાજકોટ કલેકટર, પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ પણ આવતા હતા.
આ દરમિયાન રાજકોટ બાલઆશ્રમ દ્વારા તેને સ્પેશિયલ કેટેગરીમાં મૂકી ને વહેલી તકે અંબે માતા પિતા મળે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમ્યાન ટૂંકા સમયમાં ઇટલીના એક દંપતીએ અંબે ને દત્તક લેવા માટે ઈચ્છા વ્યક્ત કરતાં
તમામ પ્રક્રિયાના અંતે ઇટલીમાં હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેનક કેટરીન અને ગૂંથર આજે પોતાની લાડકવાયી ને લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. કોરોના ના લીધે આ દંપતીને સાત દિવસ કોરોન્ટાઈન રહેવું પડ્યું હતું. આજે 11:00 કલાકે કાઠિયાવાડ બાલાશ્રમમાં અંબે ને દત્તક આપવાની વિધિ થશે.