Western Times News

Gujarati News

જન્મજાત બહેરાશ, ચેતા તંત્રના રોગના કારણે થતી તકલીફોથી પીડિત દર્દીઓનું નિદાન હવે સરળ બનશે

જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી તકલીફ, ચેતા તંત્રના રોગના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફથી પીડિત દર્દીઓનું નિદાન-સારવાર સરળ બનશે

ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ

ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈ પણ તકલીફ , ચેતા તંત્રના રોગ ના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના એક દિવસિય પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમીષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં આ નવતર આરોગ્ય સુવિધાઓ- પ્રકલ્પો જનતાની સેવામાં સમર્પિત કર્યા હતા.

જી.એમ.ઇ.આર.એસ કોલેજ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરનારુ ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે નવનિર્મિત ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ કોલેજની મુલાકાત લઇ તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

કેન્દ્રીયમંત્રી શ્રી અમિતભાઇ શાહે હોસ્પિટલ પરિસરમાં હાજર આરોગ્ય કર્મીઓ-પ્રજાજનો વચ્ચે જઈ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈ પણ તકલીફ , ચેતા તંત્રના રોગ ના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે.

સોલા સિવિલ હોસ્પિટલના ENT ( કાન-નાક-ગળા) ના વિભાગ હેઠળનો ધોરણ ૧૨ પછી સ્નાતક કક્ષાનો નવો આરોગ્ય સ્વાસ્થ્ય લક્ષી અભ્યાસક્રમ બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી B.ASLP (બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી,) આ એક પેરામેડિકલ કોર્સ છે .જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષ સાથે ૧ વર્ષ ની ઇન્ટર્નશીપ છે. જેમાં દર વર્ષે ૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.

સોલા સિવિલ હોસ્પિટલમાં બ્લોક “સી” સામે શરુ કરાયેલ “આહાર કેન્દ્ર” માં હોસ્પિટલમા દાખલ દર્દીના સ્વજનોને સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે અમદાવાદ શહેર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, કમિશનર શ્રી શાહમીના હુસૈન, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે,

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ધામેલીયા, જી.એમ.ઇ.આર.એસ કોલેજના ડીન ડૉ.નિતિન વોરા સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર દીપિકા સિંઘલ, મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ , અધિકારી અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.