જન્મદિન જ બન્યો ‘મૃત્યુદિન’, કેનાલમાં ડૂબી જતા બે પાક્કા મિત્રોના મોત
કરનાલ: કોઈ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે એવી દુઃખદ ઘટના સામે આવી છે. બે પરિવારના જુવાનજાેધ દીકરા કેનાલમાં નહાવા પડ્યા અને ડૂબી ગયા, આખરે બંનેનું મોત થયું. એથી વિશેષ મરનાર બંને યુવકો હતા પાક્કા દોસ્તાર, વધુમાં એક મિત્રની બહેનના બીજા મિત્રના મોટા ભાઈ સાથે ૧૩મી તારીખે લગ્ન હતા. વિધિની વક્રતા કહો કે કહો નિયતીની ક્રૂરતા પરંતુ આ ઘટનાએ બે પરિવારને જિંદગી વેરવિખેર કરી નાખી છે.
આ બનાવની વિગતો એવી છે કે દેશના હરિયાણા રાજ્યમાં આવેલા કરનાલ જિલ્લામાં આવર્ધન નહેર પસાર થાય છે. અહીંયા દીપક અને હિમાંશુ નામના બંને પાક્કા દોસ્તારોના ડૂબી જવાથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આગામી ૧૩મી મેના રોજ દીપકની બહેનના હિમાંશુના મોટા ભાઈ સાથે લગ્ન થવાના હતા.
લૉકડાઉનની સ્થિતિ અને ઘરમાં લગ્ન પ્રસંગ, કંટાળેલા બંને મિત્રો પહેલાં ક્રિકેટ રમવા ગયા અને ત્યારબાદ કાળ પોકારતો હોય એમ મધુબનની નહેરમાં નહાવા માટે ગયા. નહેરમાં લટકાવેલા દોરડા થકી પહેલાં દીપક નહાવા માટે કૂદ્યો પરંતુ પાણીના પ્રવાહમાં તેનું સંતુલન વિખાયું અને તે ડૂબવા લાગ્યો, દીપકને બચાવવા માટે હિમાંશું ગયો તે પણ તણાયો
જે દિવસે નહેરમાં બંને મિત્રો ડૂબ્યા એ દિવસે દીપકનો જન્મદિવસ હતો. આમ દીપકનો જન્મદિવસ જ મૃત્યુદિન બન્યો, જ્યારે બે દિવસ બાદ જ્યારે શુક્રવારે મૃતદેહ મળ્યા તે દિવસે હિમાંશુનો જન્મદિવસ હતો. દીપકની બહેન અને હિમાંશુનો ભાઈ સપ્તપદીનાં સાત ફેરા ફરે તે પહેલાં બંને યુગલોએ પોતાના ભાઈ ગુમાવી દીધા. નવવધુ શોળે શણગાર સજે એ પહેલાં જ લગ્નવાળા ઘરમાં છવાઈ ગયો ઘોર માતમ પોલીસે ઘટના સ્થળે જઈ અને દીપક અને હિમાંશુના મૃતેદહનો કબ્જાે મેળવ્યો છે. આશાસ્પદ યુવકોનાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જાેકે, લગ્નના સારા પ્રસંગની ખુશીઓમાં બે બે જુવાનજાેધ લોહીનાં મોતથી બે પરિવારની ખુશીઓ વેરવિખેર થઈ ગઈ છે. આ ઘટના ભલભલા લોકોને આઘાત આપી શકે છે.