જન્માષ્ટમીના તહેવાર પર જલારામ મંદિર ૬ દિવસ બંધ રહેશે
રાજકોટ, હવે જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ૩૦ ઓગસ્ટે રાજ્યભરમાં જન્માષ્ટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે એક તરફ કોરોના સંકટ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે શ્રાવણ મહિનામાં પણ મંદિરોમાં કોરોના પ્રોટોકોલનું ખાસ પાલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે હજુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે. તેવામાં જન્માષ્ટીના તહેવારમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય અને કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાય તે માટે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર ૨૭ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર એટલે કે ૬ દિવસ મંદિર બંધ રહેશે. આ દરમિયાન સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે. ૩૦ ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે.
જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જાેતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ છ દિવસ મંદિર અને અન્ન ક્ષેત્ર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તો ૨ સપ્ટેમ્બરથી મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલશે.HS