Western Times News

Gujarati News

જન્માષ્ટમીના દિવસે શહેર પોલીસનાં ૭૮૦૦થી વધુ જવાનો તૈનાત

પ્રતિકાત્મક

ઉપરાંત એસઆરપીની ૧૯ સેક્શન ઊતારવામાં આવશે, ટ્રાફીકની તમામ ક્યુઆરટી પણ સ્ટેન્ડબાય પર

(પ્રતિનિધિ)અમદાવાદ, આવતીકાલે જન્માષ્ટમીનાં તહેવારનાં કારણે શહેરીજનોમાં ઊત્સાહ જાેવા મળી રહ્યો છે. તંત્રએ પણ જન્માષ્ટમીની ઉજવણી કરી શકાય એ માટે એક દિવસ પુરતો કફ્ર્યુ બે કલાક મોડો એટલે એક વાગ્યાથી કર્યાે છે. બીજી તરફ કોરોનાની બિમારીનાં ત્રીજી લહેરનાં ભણકારાં પણ વાગી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા જન્માષ્ટમીનાં તહેવારમાં લોકો ટોળે ન વળે ઉપરાંત અન્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીસીપી કક્ષાનાં અધિકારીઓ સહિત કુલ ૭૮૦૦થી વધુ પોલીસ જવાના ઉપરાંત એસઆરપીની ૧૯ ફોક્શન અને ટ્રાફીકનાં સંચાલન માટે ક્વીક રીસ્પોન્સ ટીમને સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૯નાં માર્ચ મહિનામાં કોરોનાની મહામારી ફેલાઈ અને તેની બે લહેર દરમિયાન દેશમાં આશરે સાડા ચાર લાખ લોકોનું મૃત્યુ થઈ ગયા છે. અને હાલમાં ત્રીજી લહેરની આશંકા દર્શાવાઈ રહી છે. બીજી તરફ દોઢ વર્ષથી ઘરમાં બેસી રહેલાં નાગરીકોને થોડી છુટછાટો આપવામાં આવી રહી છે. સોમવારે જન્માષ્ટમીનાં તહેવારને લઈને પણ નાગરીકોમાં ઊત્સાહ જાેવા મળી રહ્યો છે. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ કૃષ્ણ જન્મનાં ઊત્સવની ઉજવણી કરી શકાય એ માટે એક દિવસ પુરતો રાત્રે એક વાગ્યાથી કફ્ર્યુ નાંખવાનો નિર્ણય લેવાયો છે. જેનાં પરીણામે શહેરીજનોનો ઉત્સાહ બેવડાયો છે.

પરંતુ નાગરીકોનાં હિતને ધ્યાનમાં રાખીને તહેવારનાં દિવસે લોકોનાં વધુ પડતાં ટોળાં એકત્ર ન થાય, કોરોના સંક્રમણ ન ફેલાય ઉપરાંત શહેરમાં શાંતિ જળવાય એ હેતુથી ૧૩ ડીસીપી, ૩૦ એસીપી, ૬૧ પીઆઈ, ૨૦૦થી વધુ પીએસઆઈ, ૪૫૦૦થી વધુ કોન્સ્ટેબલ તથા ૩૦૦૦થી વધુ હોમગાર્ડના જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ તંત્રની સાથે સાથે એસઆરપીની ૧૯ સેક્શન તથા શહેરમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઈ રહે એ માટે તમામ ક્વીક રીસ્પોન્સ ટીમ (ક્યુઆરટી)ને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીનાં તહેવાર માટે ગાઈડલાઈન અગાઉથી જ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર મંદિર પરીસરમાં મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ એકસાથે દર્શન કરી શકશે. શોભાયાત્રામાં પણ વાહો સાથે ૨૦૦ વ્યક્તિ જ સામેલ થઈ શકશે. દર જન્માષ્ટમીએ થતાં મટકીફોડનાં કાર્યક્રમો નહીં રાખી શકાય. ઉપરાંત કોરોનાની અન્ય ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સંદર્ભે અમદાવાદ પોલીસ કંટ્રોલનાં ડીસીપી હર્ષદ પટેલે શહેરના નાગરીકોને તહેવારની ઉજવણી સાથે ગાઈડલાઈનનું પાલન કરી શહેર પોલીસને સહકાર આપવા અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.