જન્માષ્ટમી નિમિત્તે ગાયો છોડવા કોંગ્રેસની માંગ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની જન્માષ્ટમી તહેવાર અગાઉ મ્યુનિ.કોર્પાે દ્વારા જે ગાયોને પકડવામાં આવેલ છે તે તમામ ગાયો છોડી મુકવાની વર્ષાે જૂની પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ આગામી તા.૨૪-૮-૧૯ના રોજ ભગવાન શ્રી કૃષ્ણજીનો જન્મદિવસ, જન્માષ્ટમીનો તહેવાર અગાઉ તે તમામ પકડાયેલ ગાયોને છોડી મુકવા તાકીદે કાર્યવાહી કરવી જાઈએ.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, હાલ પ્રવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ છે અને શ્રાવણ માસમાં દરમ્યાન વિવિધ તહેવારો આવતાં હોય છે તે પૈકી આગામી તા.૨૪-૮-૧૯ના રોજ ભગવાન શ્રી કૃષ્ણજીનો જન્મદિવ, જન્માષ્ટમીનો તહેવાર આવનાર છે તે દિવસે હિન્દુ સમાજ ખુબ જ ઉત્સાહથી તહેવાર ઉજવે છે ધાર્મિક શ્રદ્ધાળુઓ ઉપવાસ પણ રાખે છે. તેમગ ભગવાન શ્રી કૃષ્ણજીને ગાય માતા અતિપ્રિય હોવાથી તેમજ તેઓએ ગોકુળના વૃંદાવનમાં ગોપાલક સમાજ સાથે ગાયને માતાનું બિરુદ પણ આપેલ હતું.
તેને અનુમોદન કરવા અર્થે તેમજ ગાય સાથે હિન્દુ સમાજની લાગણી સંકળાયેલ હોઈ તેને ધ્યાનમાં રાખી ઘણાં વર્ષાેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા જન્માષ્ટમીના તહેવાર અગાઉ મ્યુનિ.કોર્પાે. પ્રણાલિકા મ્યુનિ.કોર્પાેમાં ગમે તે પક્ષનું શાસન હોય પરંતુ તે પ્રણાલિકાનો પક્ષાપક્ષીથી પર રહીને તમામ પક્ષો દ્વારા તેનો અત્યાર સુધી અમલ કરવામાં આવેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની જન્માષ્ટમીના તહેવાર અગાઉ મ્યુનિ.કોર્પાે દ્વારા જે ગાયોને પકડવામાં આવેલ છે તે તમામ ગાયો છોડી મૂકવાની વર્ષાે જુની પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ આગામી ગાયોને છોડી મુકવા યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા મેયર-ચેરમેન સ્ટે.કમિટીનેને લેખિત પત્ર પાઠવીને માંગણી કરેલ છે.