જન ધન યોજનાના ખાતામાં રૂ. 500/-ની ચૂકવણીમાં સ્વ-સહાય જૂથની મહિલાઓની મહત્વની ભૂમિકા
કોવિડ-19 લૉકડાઉનની વચ્ચે બેંકોમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ (બીસી સખી), બેંક સખી કામ કરીને પ્રધાન મંત્રી જન ધન યોજનાના ખાતામાં રહેમરાહે પ્રથમ હપ્તા તરીકે જમા થયેલા રૂ. 500/-ની ચૂકવણીમાં સ્વ-સહાય જૂથની મહિલાઓ સહાયક બની મહત્વની ભૂમિકા બજાવી રહી છે
(PIB) નવી દિલ્હી, કોરોનાવાયરસ મહામારીને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લદાયુ છે. આ કારણે લોકો મોટી સંખ્યામાં પોતાનાં વેતન અને રોજગારીથી વંચિત રહ્યાં છે. આ અભૂતપૂર્વ મહામારીને કારણે જેમને સૌથી માઠી અસર થઈ છે તેમાં રોજે રોજ કામ કરીને પેટીયુ રળતા શ્રમિકો, સ્થળાંતર કરીને આવેલા મજૂરો, ઘર વગરના લોકો, ગરીબો અને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરતા લોકોનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે આ પ્રકારના લોકો માટે 20.39 કરોડ મહિલાઓનાં જન ધન ખાતાંમાં 3 માસ સુધી દર મહિને રૂ.500/- જમા થાય તે માટે પ્રમાણે પૈસા રિલિજ કરવાની જાહેરાત કરી છે કે જેથી તેમની નાણાંકિય તંગી નિવારી શકાય. દિનદયાળ અંત્યોદય યોજના- નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM), ગ્રામ વિકાસ મંત્રાલયે આ ભંડોળ નાણાંકિય સર્વિસ વિભાગના સહયોગથી બેંકોમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. ભારત સરકારે પણ પ્રધાન મંત્રી કિસાન યોજનાના ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરથી રૂ. 2000, તમામ ગ્રામ વસતિને પડતી નાણાંકિય તંગી નિવારવા માટે મનરેગાના વેતનોની ચૂકવણી કરવામાં આવી છે.
ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર ભંડોળને કારણે બેંકોમાં નાણાં ઉપાડવા માટે ધસારો થવાની ભીતિ હતી. ઘણી બેંકોને આ નાણાં ઉપાડવા સંબંધિ સૂચનાઓ આગોતરી આપવામાં આવી હતી. લોકો બેંકોમાં ક્યારે અને કયા સમયે આવી શકે તેવી વ્યવસ્થા તેમના ડિજિટલ ખાતા નંબર વડે કરવામાં આવી હતી. મોટા ભાગના કિસ્સાઓમાં બીસી સખી (સ્વ-સહાય જૂથની મહિલાઓ કે જે બેંકોના બિઝનેસ કોરસપોન્ડન્ટ તરીકે કામ કરે છે) તેમનો ઉપયોગ કરી ગ્રામ્ય પરિવારોને ચૂકવણી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
તમામ બેંકો બીસી સખી અને બેંક સખીનું મહત્વ સમજે છે અને આવશ્યક સેવાની ફરજ તરીકે તેમને કોરોનાવાયરસ લૉકડાઉન માટે ઓળખપત્રો આપવામાં આવ્યા છે. તેમને સ્થાનિક વહિવટીતંત્ર તરફથી પત્રો અને સ્ટીકર / પાસ આપવામાં આવ્યા છે. તેમને કોરોનાવાયરસ મહામારી જેવી સ્થિતિમાં યોગ્ય કાળજી લેવા અને હેન્ડ સેનિટાઈઝર, સામાજિક અંતર, માસ્કસ વગેરેનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
આને પરિણામે 8800 બીસી સખી અને 21600 બેંક સખીમાંથી બંને કેડરની આશરે 50 ટકા મહિલાઓએ સ્વેચ્છાએ દેશભરમાં આસામ, મિઝોરમ, સિક્કીમ, મણિપુરથી બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ વગેરે રાજ્યોમાં કોરોનાવાયરસને કારણે લદાયેલા લૉકડાઉન વચ્ચે કામગીરી બજાવવાની શરૂ કરી દીધી છે. બેંકોના શાખા મેનેજરોને ડાયરેક્ટ બેનિફીટની ચૂકવણી દરમિયાન ભીડ ન થાય તે માટે બેંક સખીઓ મદદ કરી રહી છે અને ગ્રાહકોમાં સામાજિક અંતર જળવાઈ રહે તે માટે ગ્રામ સમુદાયોમાં જાગૃતિ પેદા કરી રહી છે.
અત્યંત મહત્વની બાબત એ છે કે બીસી સખી/ બેંક સખી તરીકે કામ કરતી સ્વસહાય જૂથોની મહિલાઓ ભારત સરકાર પૂરા પાડેલા નાણાંકિય સહાયન પેકેજની ચૂકવણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમના કારણે આર્થિક-સામાજિક તાણનો અનુભવ કરી રહેલો ગ્રામ સમુદાય તેમના ઘર આંગણે અને બેંક વગરના વિસ્તારોમાં બેંકીંગ સર્વિસીસ મેળવવા માટે નસીબદાર બન્યો છે. લૉકડાઉન દરમિયાન બીસી સખીઓ ગ્રામ સમુદાયના લોકોની રોજ બરોજની જરૂરિયાતો પૂરી પાડવામાં પણ સહાયક બની રહી છે.
વાસ્તવમાં, બીસી સખીઓ/ બેંક સખીઓ ભારત સરકારે જાહેર કરેલા નાણાંકિય રાહતના પેકેજ અંગેની માહિતી ગ્રામ્ય વિસ્તારમાં પૂરી પાડવામાં કેન્દ્ર સ્થાન રહી છે. તેમની મારફતે પ્રધાન મંત્રી ગ્રામ કિસાન યોજના (પીએમજીકેવાય), પીએમ કિસાન અને મનરેગા યોજનાના લાભ કોરોનાવાયરસ મહામારી વચ્ચે લોકો સુધી પહોંચ્યા છે.
બીસી સખીઓએ તેમની હંમેશ મુજબની નિષ્ઠા હાલના તબક્કે પણ દાખવી છે અને ખાતરી રાખી છે કે પાયાની બેંકીંગ સર્વિસીસ લોકોના ઘરઆંગણા સુધી પહોંચે અને ગરીબ લોકોને ભૂખ્યા રહેતા અટકાવી શકે. ડીએવાય-એનઆરએલએમ, ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરતી મહિલાઓની સંખ્યા અંદાજે 690 લાખ છે. દેશમાં આશરે 63 લાખ જેટલા સ્વ-સહાય જૂથો કામ કરે છે.
આ જૂથોના પ્રેરણાદાયી, ઉત્સાહી અને કટિબદ્ધ સભ્યો હંમેશા સમુદાયના સ્તરે ઉભા થતા આર્થિક-સામાજિક પ્રશ્નોને હલ કરવામાં સહાયરૂપ નિવડ્યા છે. હાલના સમયમાં જે કટોકટી ઉભી થઈ છે તેમાં પણ સ્વ-સહાય જૂથોના સભ્યો કોમ્યુનિટી વૉરિયર તરીકે ઉભરી આવ્યા છે અને શક્ય તે રીતે કોરોનાવાયરસનો પ્રસાર અટકાવવામાં અને રોગ ફેલાવાના કારણે જે જરૂરિયાતો ઉભી થઈ છે તે હલ કરવામાં સહાય કરી રહ્યા છે.