જબલપુર-અમદાવાદ-જબલપુર વચ્ચે બે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
રેલવે ભરતી બોર્ડ દ્વારા યોજાયેલ નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સગવડને ધ્યાને લઇને રેલવે સત્તાવાળા દ્વારા જબલપુર-અમદાવાદ-જબલપુર વચ્ચે એક-એક ટ્રિપ બે પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. તેની માહિતી નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 01705/01706 જબલપુર-અમદાવાદ-જબલપુર પરીક્ષા સ્પેશિયલ
ટ્રેન નંબર 01705 જબલપુર-અમદાવાદ-જબલપુર પરીક્ષા સ્પેશિયલ તા. 13.06.2022 સોમવારના રોજ જબલપુર સ્ટેશનેથી રાત્રે 23.50 વાગ્યે ઊપડી અને બીજા દિવસે કટની ગુડવારા 01.05 વાગ્યે, દમોહ 02.30 વાગ્યે, સાગર 03.45 વાગ્યે, બીના 05.05 વાગ્યે, વિદિશા 06.25 વાગ્યે, સંત હિરદારામ નગર 08.38 વાગ્યે, ઉજ્જૈન 11.40 વાગ્યે, રતલામ 14.35 વાગ્યે, છાયાપુરી 17.57 વાગ્યે, આણંદ 18.35 વાગ્યે અને અમદાવાદ 20.10 વાગ્યે પહોંચશે.
એ જ રીતે ટ્રેન નંબર 01706 અમદાવાદ-જબલપુર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા. 16.06.2022 ગુરુવારના રોજ અમદાવાદ સ્ટેશનેથી 19.30 વાગ્યે ઊપડીને, આણંદ 22.01 વાગ્યે, છાયાપુરી 23.00 વાગ્યે પહોંચીને બીજા દિવસે રતલામ 02.50 વાગ્યે, ઉજ્જૈન 05.10 વાગ્યે, સંત હિરદારામ નગર 08.18 વાગ્યે, વિદિશા 09.15 વાગ્યે, બીના સ્ટેશન 10.30 વાગ્યે, સાગર 11.35 વાગ્યે, દમોહ 13.00 વાગ્યે, કટની ગુડવારા 14.50 વાગ્યે અને 16.30 વાગ્યે જબલપુર સ્ટેશને પહોંચશે.
આ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનમાં 10 સ્લીપર કોચ, 08 જનરલ સેકન્ડ ક્લાસ અને ગાર્ડ કમ બ્રેકવાનના 2 કોચ સહિત કુલ 20 કોચ હશે.
2. ટ્રેન નંબર 01703/01704 જબલપુર-અમદાવાદ-જબલપુર પરીક્ષા સ્પેશિયલ
ટ્રેન નંબર 01703 જબલપુર-અમદાવાદ પરીક્ષા સ્પેશિયલ તા. 14 .06.2022 મંગળવારના રોજ જબલપુર સ્ટેશનથી 23:50 વાગ્યે ઊપડીને બીજા દિવસે કટની મુડવારા 01.05 વાગ્યે, ડમોહ 02.30 વાગ્યે, સાગર 03.45 વાગ્યે, બીના 05.05 વાગ્યે, વિદિશા 06.25 વાગ્યે, સંત હિરદારામ નગર 08.38 વાગ્યે, ઉજ્જૈન 11.40 વાગ્યે, રતલામ 14.35 વાગ્યે, છાયાપુરી 17.57 વાગ્યે, આણંદ 18.35 વાગ્યે અને અમદાવાદ 20.10 વાગ્યે પહોંચશે
એ જ રીતે ટ્રેન નંબર 01704 અમદાવાદ-જબલપુર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા. 17.06.2022 શુક્રવારના રોજ અમદાવાદ સ્ટેશનેથી 19.30 વાગ્યે ઊપડીને આણંદ 22.01 વાગ્યે, છાયાપુરી 23.00 વાગ્યે પહોંચીને બીજા દિવસે રતલામ 02.35 વાગ્યે , ઉજ્જૈન 04.30 વાગ્યે, સંત હિરદારામ નગર 07.28 વાગ્યે, વિદિશા 08.41 વાગ્યે, બીના સ્ટેશન 10.10 વાગ્યે, સાગર 11.35 વાગ્યે, દમોહ 13.00 વાગ્યે, કટની મુડવારા 14.50 વાગ્યે અને 16.30 વાગ્યે જબલપુર સ્ટેશને પહોંચશે.
આ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનમાં 01 એસી સેકન્ડ ક્લાસ, 05 એસી થર્ડ ક્લાસ, 09 સ્લીપર કોચ અને ગાર્ડ કમ બ્રેકવાનના 2 કોચ સહિત કુલ 17 કોચ હશે.
ટ્રેન નંબર 01704 અને 01706નું બુકિંગ 14 જૂન, 2022થી પેસેન્જર રીઝર્વેશન સેન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી શરૂ થશે.
ટ્રેનોનો ઊપડવાનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર ક્લિક કરીને જોઇ શકાશે.
પેસેન્જર્સને વિનંતી કરવાની કે કોવિડ-19 અંગેની તમામ સૂચનાઓનું પાલન કરે. મુસાફરી દરમિયાન કાયમ માસ્ક પહેરે.