Western Times News

Gujarati News

જમશેદપુરમાં ભીષણ અકસ્માત આઠ લોકોનાં ઘટનાસ્થળે મોત

જમશેદપુર: ઝારખંડના જમશેદપુરમાં રાત્રે ભીષણ અકસ્માત થયો હતો સરાયકેલ-ખરસાવાં જિલ્લાના ચાંડિલ પાસે ટ્રેલર અને ટાટા મેકસિકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં આઠ લોકોના ઘટના સ્થળે મોત થયા હતાં .ટ્રેલરના ડ્રાઇવરે ગફલતભરી અને બેફીકરીથી ગાડી હંકારતા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતાં ટ્રેલર અને કાર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો .અકસ્માત એટલો ભાષણ હતો કે આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોચી ગયા હતા.અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત નેશનલ હાઇવે ૩૩ પર શહરબેડા અને કાંદરબેડા વચ્ચે ૧૧ વાગે થયો હતા. આ અકસ્માત ટ્રેલર અને કાર વચ્ચે થયો હતો . આજુબાજુના લોકો ઘટના સ્થેળે પહોચીને બચાવ કાર્ય શરૂ કર્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી .પોલીસ ઘટના સ્થળે પહોચીને ઘાયલ થયેલા લોકોને સત્વરે હોસ્પિટલમાં ખસેડીયા હતા.આ અકસ્માતમાં મરનારા લોકો ચાંડિલાના સુકસારી ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છ પોલીસે તપાસ શરૂ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.