જમશેદભાઈ બી. પારડીવાલાની સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે નિયુક્તિ થતા ગુજરાત માટે ગૌરવની વાત
કાયદાના શાસન પર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે- જસ્ટિસ જે.બી.પારડીવાલા
ગુજરાત હાઇકોર્ટના ચીંતનશીલ જસ્ટીસ જમશેદભાઈ બી. પારડીવાલાની સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે નિયુક્તિ થતા તે ગુજરાત માટે જ નહીં સમગ્ર માનવજાત માટે ગૌરવની વાત છે અને ‘ન્યાયધર્મ’ માં નવા પ્રાણ પુરવાની બાબત બની રહેશે!!
કોઈ પણ કૃત્ય એવું ના કરો કે કાલે એક સામાન્ય માણસ આંગળી કરીને કહે કે ‘‘આમાં શું રહ્યું છે’’ સામાન્ય માનવીનો વિશ્વાસ એ જ ન્યાયતંત્રની તાકાત છે – જસ્ટિસ જમશેદભાઈ.બી.પારડીવાલા
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબી બાજુથી ઈનસેટ તસવીર સુપ્રીમકોર્ટ ના જસ્ટિસ જમશેદભાઈ બરજાેર પારડીવાલાની છે ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન વી.રમના ના વડપણ હેઠળની કોલેજીયન મેં જસ્ટિસ જે.બી.પારડીવાલાની ના નામની સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવા ભલામણ કરી હતી
જેને બંધારણ ની કલમ ૧૨૪ અંતર્ગત ભારત ના રાષ્ટ્રપતિ એ જસ્ટીસ જમશેદભાઈ બરજાેર પારડીવાલાની સુપ્રીમકોર્ટ ના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી છે જસ્ટીસ શ્રી જે.બી.પારડીવાલાએ એક મૂલ્યનિષ્ઠ અને વિચારશીલ ન્યાયાધીશ છે તેમણે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા કરતા એક વખત ખૂબ જ સંવેદનાત્મક અને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ‘‘સામાન્ય માનવીનો વિશ્વાસ ન્યાયતંત્રની તાકાત છે’’!
જાે સામાન્ય માનવીના હૃદય અને મન માંથી ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ખતમ થઈ જશે તો ન્યાયાધીશોની, ધારાશાસ્ત્રીઓની કોઈ કિંમત રહેશે નહીં! તેમણે આજના તબક્કે આપેલું આ માર્ગદર્શન એ અદ્ભુત અને સચોટ છે! જસ્ટિસ જે.બી.પારડીવાલાની નો એક મહત્ત્વપૂર્ણ સંદેશો એ પણ છે કે ‘‘કાયદાના શાસન પર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે,
આપણો દેશ ટક્યો છે જાે કાયદાનું શાસન ખતમ થઈ જશે તો બધું જ સમાપ્ત થઈ જશે’’!! આ માટે તેમણે જે ઉદાહરણ આપ્યું હતું એ માર્મિક રીતે બહુ જ સૂચક હતું જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કહેલું કે ‘‘પંદરસો વર્ષ મોગલો એ રાજ કર્યું એ કાયદાનું શાસન ન કહેવાય!
ત્યાર પછી અંગ્રેજાેએ કાયદા બનાવ્યા પણ પોતાને ‘રાજ કરવા’ માટે અને ૨૦૦ વર્ષ રાજ કર્યું એ પણ કાયદાનું શાસન ના કહેવાય! પરંતુ ત્યાર પછી આપણો દેશ આઝાદ થયો ને આપણું બંધારણ અમલમાં આવ્યું અને કાયદાના શાસનનો સિદ્ધાંત આવ્યો’’!!
જસ્ટીસ શ્રી પારડીવાલાએ સૂચક કર્યું હતું કે ‘‘બાર અને બેન્ચે મળીને આજની તારીખમાં ‘કાયદાના શાસન’ને સાચવવાનું છે જાે કાયદાનું શાસન ગયું તો કોઈ કોર્ટ નહિ રહે, કોઇ ન્યાયાધીશ નહીં રહે અને કોઈ ધારાશાસ્ત્રી પણ નહીં રહે’’! આ સાથે જે અગત્યની વાત પણ કહેલી એ છે કે ‘‘કોઈપણ કૃત્ય એવું ના કરો કે કાલે એક સામાન્ય માનવી આંગળી ચીંધીને એમ કહે કે ‘આમાં શું રહ્યું છે’?!
આ ઉપરાંત તેમણે દેશ માં સૌથી પવિત્ર ગ્રંથ એ માત્ર આપણું બંધારણ છે એવો ઉમદા દિશાનિર્દેશ આપ્યો હતો આવા ઉમદા સક્ષમ ન્યાયાધીશ જમશેદભાઈ બી. પારડીવાલા હવે ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા છે માટે એ ગુજરાત માટે જ નહિ ફક્ત દેશ માટે નહિ પણ સમગ્ર માનવજાત માટે ગૌરવની વાત છે
જસ્ટીસ જે.બી.પારડીવાલાની આગમન આ ધરતી પર ૧૨ ઓગસ્ટ ૧૯૬૫ના થયું હતું તેઓ ગુજરાતના વલસાડ ની જે પી આર્ટસ કોલેજ માં ગ્રેજ્યુએટ થયા હતા તેઓનો પરિવાર કાયદાના વ્યવસાય સાથે ઘણા લાંબા સમયથી જાેડાયો હતો તેઓ ના પિતા બરજાેર પારડીવાલાએ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે!
જસ્ટિસ જે.બી.પારડીવાલાની ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય તરીકે સુદીર્ઘ સેવા આપી છે તેઓશ્રીએ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ માં પણ પોતાનું યોગદાન આપ્યું છે તેમણે ગુજરાત બાર કાઉન્સિલ તરફથી પ્રકાશિત થતા ગુજરાત લો બોર્ડ માં પણ સંપાદક તરીકે પણ સેવા આપી છે એટલું જ નહીં ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી તેઓ એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ શિસ્ત કમિટી માં મહત્વની ભૂમિકા પ્રદાન કરી હતી
આમ બાર અને બેન્ચના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ રહેલા! જસ્ટીસ જે.બી.પારડીવાલા ની ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૧ ગુજરાત હાઇકોર્ટ ના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થયેલી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે તેઓ ૨૮.૦૧.૨૦૧૩ થી કાર્યરત હતા
જસ્ટીસ જમશેદભાઈ બરજાેર પારડીવાલાની સુપ્રીમકોર્ટ ના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ થતા ગુજરાત હાઇકોર્ટ બાર એસોશીએસન ના પ્રમુખ શ્રી અસીમ પંડ્યા તથા ઉપ્રમુખ શ્રી પૃથ્વીસિંહજી જાડેજા તથા સમગ્ર હાઇકોર્ટ બારે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે
તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટ ના પૂર્વ કારોબારી સભ્ય શ્રી ભુનેશભાઈ ચંદ્રકાંત રૂપેર, ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી યોગેશભાઈ લખાણી, હાઇકોર્ટ ના યુવા ધારાશાસ્ત્રી શ્રી યશ જે. પટેલ તેમજ ફોજદારી કોર્ટ બાર ના પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ.ગુપ્તા ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી અફઝલ ખાન પઠાણ ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી પરેશભાઈ જાની સહીત અનેક ધારાશાસ્ત્રીઓએ અંતકરણ ની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા છે તે અત્રે નોંધનીય છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા)
ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એ.કે સિક્રીએ સરસ કહ્યું છે ‘‘આમુક બંધારણનો જ અંતર્ગત ભાગ હતું એટલું જ નહીં પણ તે અગત્યનું હતું બંધારણ વાંચન અને તેનું અર્થઘટન ‘આમુખ’ના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જાેઈએ’’!!
જ્યારે અમેરિકા ના ખ્યાતનામ ના જસ્ટીસ શ્રી હોમ્સે એ કહ્યું છે કે ‘‘જેઓ આપણી સાથે સહમત છે તેમને માટે મુક્ત વિચાર એમ નહીં પણ જે વિચારો પ્રત્યે આપણને નફરત છે તેને માટેનું સ્વાતંત્ર્ય’’!!
વિશ્વકક્ષાએ કે ભારતમાં લોકશાહી મુલ્યો અને દેશનું બંધારણ જીવન્ત છે કારણ કે આ ધરતી પર મહાન, ચિંતનશીલ, સંવેદનશીલ, નીસ્પક્ષ, નીડર અને સક્ષમ ન્યાયાધીશો મળ્યા છે ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે ભારતની સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી.પારડીવાલાની નિયુક્તિ ન્યાયાધીશ તરીકે કરવા માં આવી છે અત્રે એ નોધનીય છે કે જસ્ટિસ જે.બી.પારડીવાલાની સાથે અનેક લોકોની પ્રાર્થના જાેડાયેલી હશે!