જમાઈએ સાસુના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધો વાંસનો ડંડો

મુંબઈ, મહારાષ્ટ્રના મુંબઈથી હત્યાનો એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જમાઈએ ર્નિદયતાપૂર્વક સાસુની હત્યા કરી નાખી. આરોપ છે કે આરોપીએ જેલથી છૂટ્યા બાદ તેની સાસુની હત્યા કરી. તે ૩ વર્ષની સજા કાપીને જેલમાંથી બહાર નીકળ્યો હતો.
એક રિપોર્ટ મુજબ આરોપી જમાઈએ સૌથી પહેલા સાસુ પર ટાઈલ્સથી હુમલો કર્યો અને ત્યારબાદ તેણે પોતાની સાસુ પર ચાકૂથી અનેક વાર કર્યા. આટલેથી તે ન અટક્યો અને આરોપીએ સાસુના પ્રાઈવેટ પાર્ટમાં વાંસનો ડંડો નાખી દીધો અને તેમના શરીરના આંતરિક અવયવો બહાર કાઢ્યા. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. હવે રિપોર્ટમાં આઈપીસીની કલમ ૩૭૭ પણ જાેડી દેવાઈ છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતા તેની પુત્રી સાથે મુંબઈના વિલે પારલેમાં રહેતી હતી. જમાઈના જેલમાં ગયા બાદ મહિલાની પુત્રીએ બીજા લગ્ન કરી લીધા અને ત્યારબાદ તેણે એક પુત્રને પણ જન્મ આપ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપી જ્યારે તેના સાસરે પહોંચ્યો તો તેના હોશ ઉડી ગયા. તેણે તેની પત્નીને બીજા પતિને છોડી દેવાનું કહ્યું પરંતુ તે માની નહીં.
તેમણે વધુમાં કહ્યું કે બીજા દિવસે જ્યારે આરોપી ફરીથી સાસરે પહોંચ્યો તો તેણે જાેયું કે તેની પત્ની અને બાળક ઘરે નથી. ત્યારબાદ તેણે સાસુને પૂછ્યું કે મારી પત્ની ક્યા છે? તો સાસુએ પુત્રી વિશે જમાઈને જણાવ્યું નહીં. આ કારણે તે સાસુથી નારાજ થઈ ગયો અને હત્યા કરી નાખી. અત્રે જણાવવાનું કે આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૨૮ કેસ નોંધાયેલા છે. જેમાંથી ૮માં કોર્ટ તેને દોષી ઠેરવી ચૂકી છે.HS