જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામોને તાકીદે તોડાશે
મ્યુનિ. કોર્પોેરેશનની બદનામી થાય તેવી કોંગી કોર્પોરેશનની પોસ્ટ બાદ કમીશ્નરનો નિર્ણય
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી આવી રહી છે ત્યારે નવી ટર્મમા ટિકિટ ન મળવાની દહેશત ના કારણે કેટલાક કોર્પોરેટરો બાકી રહેલા સમય નો “મહત્તમ” ઉપયોગ કરવા પ્રયાસ કરે છે તથા અધિકારીઓને દબાણમાં લાવીને બાકી રહેલા કાર્યો કરવામાં પ્રયત્ન કરતા રહે છે જેનુ શ્રેષ્ઠ ઉદાહરણ કોગી કોર્પોરેટર શાહનવાઝ શેખે સોસીયલ મીડીયા પર ડે એસ્ટેટ ઓેફીસર વિરુદ્ધ પત્રો લખી હતી
જેની પાછળ ના કારણ તેમને ખબર હશે પરતુ પત્રો જાહેર થયા બાદ મધ્યઝોન એસ્ટેટ ખાતા એ વળતો પ્રહાર કરીને કોગી કોર્પોરેટરની “બંધ ચીઠ્ઠી ખુલ્લી” કરી હતી તથા જમાલપુર વોર્ડના ગેરકાયદેસર બાંધકામો બાધાવવા અને તોડવા એમ બંને રીતે કોગી કોર્પોરેટર ભલામણ કરતા હોવાના વળતા આક્ષેપ કર્યા હતા તથા જમાલપુર માં પ્રાયોરીટીના ધોરણે ડીમોલીશન કરવા નિર્ણય પણ કર્યો છે.
જમાલપુર વોર્ડના કોર્પોરેટર શાહનવાઝ શેખ ઘણા લાબા સમય બાદ ફરી થી વિવાદમાં આવ્યા છે શાહનવાઝ શેખે સોશીયલ મીડીયા પર મધ્યમઝોન ના એર્સ્ટટ ઓફીસર આર કે તોડબાજ હોવાની પોસ્ટ મુકતા ત્યારે ચકચાર મચી ગયો હતો મ્યુનિ. બોર્ડની સામાન્ય સભા પહેલા પણ આર કે તડવી વિરુદ્ધ સુત્રોચાર કરવામા આવ્યા હતા મ્યુ. કોર્પોરેશન ની સામાન્ય સભામા ભાજપ નેતા અમિત શાહે આ પ્રકારની “પોસ્ટ”ને શરમજનક ગણાવી હતી તથા અધિકારીના મનોબળ તોડવાના પ્રયાસ હોવાનુ તથા કોર્પોરેશન ને તકલીફ હોય તો મેયર કે કમીશ્નર સમય રજુઆત કરવામાં આવે તે યોગ્ય પદ્ધતિ હોવાનુ જણાવ્યુ હતુ શાહનવાઝ શેખે વળતો જવાબ આપતા જણાવ્યુ હતુ કે તેમે આ મુદ્દે કમીશનર સમગ્ર ફરીયાદ કરી છે.
કોગી કોર્પોરેશન ની વિવાદિત પોસ્ટ અંગે ડે એર્સ્ટેટ ઓફીસર આર કે તળવી નો સંપર્ક કરતા તેમણે તમામ આક્ષેપો ને નકારી દીધા હતા તેમને જણાવ્યુ હતુ કે ભદ્ર પ્લાઝા ત્રણ દરવાજા પાનસરનાકા વિસ્તાર મા રોડ અને ફૂટપાથ દબાણ કરતા માલ સામાન ન લેવા તથા તેમને કાયમી ધોરણે બેસવા દેવા માટે શાહનવાઝ શેખે ભલામણ કરી રહ્યા છે જે નિયમ વિરુદ્ધ બાબત છે તેજ રીતે દબાણ ખાતા દ્વારા જપ્ત કરવામા આવેલ સામાન કોઈપણ દંડ લીધા વિના આપવા માટે પણ તેઓ દબાણ કરતા રહ્યા છે ભદ્ર પ્લાઝા માં સીટી પોઈન્ટ નામના ગેરકાયદેસર બીલ્ડીગ સામે કાર્યવાહીન કરવા માટે પણ તેમણે વારમવાર રજુઆત કરી છે
જમાલપુર વોર્ડમા થઈ રહેલા ગેરકાયદેસર બાધકામો પૈકી કેટલાક બાધકામ ને તોડવા માટે તથા તેમના હિત હોય તેવા બાધકામને બચાવવા એમ બે તરફી ભલામણ થતી રહી છે મ્યુનિ. કોર્પોરેશન ના આતરીક સુત્રો એ જણાવ્યા મુજબ વહીવટીતંત્ર પર કરવામાં આક્ષેપો અને બદનામી ના પગલે જમાલપુર વોર્ડમા દબાણો અને ગેરકાયદેસર બાધકામો દૂર કરવા આપવામાં આવશે.
જમાલપુર વોર્ડમા પમ્પીંગ સ્ટેશન (ખાન જાન દરવાજા) પાસે અને અધિકારી બાધકામ થઈ રહ્યુ છે ત્યારે ચાંપઘરની ગલી પાસે તોડવામાં આવેલ બાધકામ ફરીથી થઈ રહ્યુ છે કાચની મસ્જિદ પાસે નાની માલીસગરાની પોળ પાસે દસ માળનું બાધકામ જાન સાહેબની ગલીમા ચાલી રહેલા બે બાંધકામ તથા પટવા શેરી ના બાધકામ નો પ્રાયોરીટી ના ધોરણે તોડી પાડવા કમીશ્રરે આદેશ કર્યો છે.
ડે એસ્ટેટ ઓફીસર ની બદનામી થાય તેવી પોસ્ટ કરી ખાતે રીતે વહીવટીતંત્રની બદનામી કરવાના પ્રયાસને કમીશનર સખી લેવો નહી અધિકારીઓએ ભલામણ અધિકારીઓઅ ભલામણ સાભળીને પ્રાયોરીટી ના ધોરણે જમાલપુર કાચની મસ્જિદના ધોરણે જમાલપુર કાચની મસ્જિદ અને પ્રગતિ ચોક પાસેના ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા છે વહીવટતંત્ર માટે તમામ ગેરકાયદેસર બાધકામો સામે એક સમાન નિયતથી જ કાર્યવાહી થાય છે
તેથી બે બાધકામ તોડીને બાકીના બાધકામો સામે આખ આડા કાન કરવા કોઈપણ વ્યક્તિ દબાણ કરે તો તેના તાબે એસ્ટેર્ટ અધિકારી થતા નથી. પથ્થરકુવા પેટ્રોલ પંપની પાછળ રહેણાક પ્રકારના બાધકામ ને તોડવાની નોટિસ આપવામાં આવી છે આ બાધકામ બતાવવા માટે પણ રજુઆતો થતી રહે છે પરતુ મધ્યઝોન એર્સ્ટટ વિભાગ બે ધારી નીતિ થી કામ કરશે નહી તથા નિયમ મુજબ તમામ બાધકામો ને દુર કરવામાં આવે છે જ્યા સ્વાર્થ હોય તેને બચાવો અને સ્વાર્થ પુરો ન થાય તેને તોડી એમ બે પ્રકારની રજુઆતો કરતા કોર્પોરેશન આર ટી આઈ એફટાવીસ્ટ કે અન્ય કોઈપણ વ્યક્તિની ફરીયાદો પ્રત્યે ધ્યાન આપવામાં આવી
આભાર – નિહારીકા રવિયા રહ્યુ નથી જેના કારણે જ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. મ્યુનિ. કોર્પોેરેશન ની માસિક સામાન્યમા પણ ગેરકાયદેસર બાધકામ ના પડધા પડયા હતા ભાજપના નેતા અમિત શાહે ફરિયાદ કરનારને બ્લેક લિસ્ટ કરવા ભલામણ કરી ત્યારે કોગી કોર્પોરેટર હસનખાન પઠાણે આ પ્રકાર ની પ્રવૃત્તિમા કોર્પોરેટર પણણ સામેલ હોવાની રજુઆત કરી હતી તેની રજુઆત આડકતરી રીતે મધ્યઝોન એસ્ટેટ વિભાગ ના જવાબને સમર્થન આપતી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.