જમાલપુરમાં ગેરકાયદેસર રહેણાંકનું બાંધકામ AMC એ તોડી નાંખ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો.ની જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ સામે તવાઈ
(એજન્સી) અમદાવાદ, શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને રોડ ઉપરના દબાણો હટાવવા માટે મ્યુનિસિપલ એસ્ટેટ ટીડીઓ ખાતાને કમિશ્નરનેી તાકીદ બાદ મધ્ય ઝોનમાં જમાલપુર વિસતારમાં વધુ એક સ્કીમ ઉપર હથોડો વિંજવામાં આવ્યો હતો. તેની સાથેે સાથે વેજલપુરમાં પણ એક રહેણાંક બાંધકામ તોડવામાં આવ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય ઝોનની જમાલપુર વિસ્તારમાં આસ્ટોડીયા કાઝીના ધાબા પાસે ગેરકાયદેસર રહેણાંક પ્રકારનું બાંધકામ કરી દેવાયુ હતુ. તેનેે મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગેે નિયમ મુજબ નોટીસ આપવાની સાથે સીલ પણ કર્યુ હતુ. તેમ છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યુ હતુ.
આ બાંધકામ તોડવા માટે મ્યુનિસિપલ ગાયકવાડ હવેલી પોલીસને બદોબસ્ત પૂરો પાડવા પત્ર પાઠવ્યો હતો. સોમવારે ગાયકવાડ પોલીસે બંદોબસ્ત આપતાં એસ્ટેટ વિભાગની ટીમે ગેરકાયેદે બાંધકામ તોડવાની શરૂઆત કરી હતી.
આવા જ દબાણો રીલીફ રોડ અને ગાંધીરોડ જેવા ભરચક વિસ્તારમાં પણ વાહનો મુકવાની ભારે તકલીફ પડી રહી છે. લોકમુખે ચર્ચાય છે કે આ માર્કટમાં ટુ વ્હીલર લઈને પાર્ક કરવાની જગ્યા બહુ ભાગ્યે જ મળતી હોેય છે. માર્કેટમાં આવલી દુકાનોવાળા પોતાની દુકાનની સામે રોડ ઉપર લોખંડની ગ્રીલ મુકી દઈને રસ્તા પર દબાણ કરતા હોય છે.
ગ્રીન હટાવવાનું કહેવામાં આવે તો કહેતા હોય છે કે મારી દુકાનમાં ગ્રાહકી આવી શકે એ માટે આ ગ્રીલ મુકવામાં આવી છે. આ ગ્રીલ મુકવાને કારણે એક-બે ટુ વ્હીલર મુકવાની જગ્યા રોકાઈ જાય છે.
તો અંગે લોકોની માગણી છે કે આવા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવેે. એવી જ રીતે દક્ષિણ પશ્ચિમ ઝોન ના વેજલપુર વિસ્તારમાં સુર્યનગર પંપીંગ સ્ટેશન પાસે ભવાની સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ અંગે હાઈકોર્ટના આદેશને પગલે અસ્ટેટ ખાતાએ ર૪૮ ચો.ફુટના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
દરમ્યાનમાં ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ થલતેજ વોર્ડમાં, હેબતપુર ક્રોસિંગ તથા બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ તરફના રોડ ઉપરથી લારીગલ્લા સહિતના દબાણો હટાવ્યા હતા. તો પુર્વ ઝોન એસ્ટેટ ખાતાએ વિરાટનગર ચારરસ્તાથી કાલીન્દરી મસ્જીદ થઈ ફૂવારા સર્કલ થઈ આમ્રપાલી સિનેમા થઈસ ચકુડીયા મહાદેવસુધીના રોડ પરથી લારી-ગલ્લા શેડ વગેરે દબાણો દૂર કર્યા હતા.