જમાલપુરમાં બે જુથો સામસામે આવતા તંગદિલી સર્જાઈ
પોલીસ સમયસર પહોંચી જતાં પરિસ્પથિતિ પર કાબુ મેળવ્યો |
(પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ : ગઈકાલે ગણેશ વિસર્જન હોઈ સમગ્ર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સાબરમતી નદી ઉપરાંત અન્ય વિસ્તારો ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ખડકલો કરી દેવાયો હતો તેમ છતાં જમાલપુર વિસ્તારમાં આવેલા વૈશ્ય સભા નજીક ગત રોજ બે કોમનું ટોળું સામસામે આવી જતાં તંગદિલી સર્જાઈ ગઈ હતી. જા કે પરિસ્પથિતિ વધુ વણસે એ પહેલાં જ પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચીને પરિસ્પથિતિ પર કાબુ મેળવી લેતા મોટી ઘટના બનતા અટકી હતી.
ગણેશ વિસર્જનમાં સમગ્ર શહેર વ્યસ્ત હતુ એ સમયે સાંજે છ વાગ્યાના અરસામાં વૈશ્ય સભા આગળ આવેલા મારવાડીના ડહેલા પાસે બે જુથોનું ટોળું કોઈ કારણોસર સામસામેઅ જતાં તંગદિલીભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. ટોળું એકબીજા પર હુમલો કરે એ પેહલાં જ કોઈએ પોલીસને જાણ કરતાં ગાયકવાડ હવેલી પોલીસનો સ્ટાફ ઘટનાસ્સ્થળે આવી પહોંચ્યો હતો. અને પરિસ્પથિતિને સંભાળીલીધી હતી. બાદમાં બંન્ને જુથનું ટોળું સમજાવટ બાદ છુટ્ટુ પડ્યુ હતુ.
જા કે સુત્રોએ જણાવ્યુ હતુ કે બે ટોળા સામસામે આવ્યા બાદ પત્થરમારો કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈને ઈજા પહોંચી નથી. જા કે સંવેદનશીલ વિસ્તારમાં બનેલી ઘટનાની નોંધ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી હતી. અને અધિકારીઓ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમે પણ સ્થળની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસમાં રીક્ષા પાર્કિગ બાબતે મામલો બિચક્યો હોવાનું બહાર આવ્યુ છે. જા કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ સત્ય હકીકત બહાર આવશે.