જમાલપુરમાં પિતા-પુત્રએ યુવકને માથામાં છરીઓ મારતા ચકચાર
બંને પિતા-પુત્ર ઉપર અગાઉ પણ લૂંટ, મારામારી તથા સ્ટેબિંગના કેસ ચાલે છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના જમાલપુર વિસ્તારમાં માથાભારે પિતા-પુત્રએ પોતાની સામે નજર નીચી રાખવાનું જણાવી એક યુવાનને ઢોર માર મારીને છરીઓ મારી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.સ્થાનિકો વચ્ચે પડીને યુવાનને છોડાવીને હોસ્પીટલમાં સારવારાર્થેે લઈ ગયા હતા. મહમ્મદ ઓવેશ શેખ નામનો ચોવીસ વર્ષીય યુવાન (રહે.પાંચ પીપળી) સોમવારે બપોરે જમાલપુર ચકલામાં ખરીદી કરીને પરત ફરી રહ્યો હતો.
ત્રણ વાગ્યાના સુમારે તે જમાલપુર ટેલિફોન એક્ષચેંજ ચાર રસ્તા ખાતે પહોંચ્ ત્યારે હમઝાનીખાન બાલમખાન પઠાણ (નવીચાલી) તેની બાઈક આંતરીને મારી સામે શું જાવે છે? આંખો નીચે રાખીને ચાલવાનું કહીને ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. ઉપરાંત છરી કાઢીને ઓવેશના માથામાં મારી દેતાં તે લોહીલુહાણ હાલત થઈ ગયો હતો.
દરમ્યાન લોકોનું ટોળું એકત્ર થયા છતાં હમ્જાનીખાનના પિતા બાલમખાન પણ ત્યાં પહોંચીને આ મારો પુત્ર છે. તેના વિરૂધ્ધ ફરીયાદ કરી તો જાનથી મારી નાંખીશે એવી ધમકીઓ આપી હતી. બાદમાં સ્થાનિકોએ ઓવેશને ૧૦૮ દ્વારા વી એસ હોસ્પીટલમાં પહોંચાડ્યો હતો. જ્યારે માથાભારે પિતા-પુત્ર ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે તે હવેલી પોલીસની હદમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે.