જમાલપુરમાં મોબાઈલની ચીલઝડપ કરી ભાગતાં આરોપીને સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો
અમદાવાદ: કિંમતી મત્તાની ચીલઝડપની ઘટનાઓનાં પગલે સમગ્ર શહેરનાંનાગરીકો ત્રસ્ત છે. ગઇકાલે જમાલપુર વિસ્તારમાં આવી જ એક ચીલઝડપ કરવાનું આરોપીને ભારે પડ્યું હતું. વૃદ્ધનાં હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી ભાગવા જતાં ચોરનું એકટીવા સ્લીપ થવા જતાં સ્થાનિકોએ તેને મેતીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યાે હતો.
જમાલપુર આસ્ટોડીયા દરવાજા નજીકથી ગઈકાલે બપોરે બે વાગ્યાનાં સુમારે ફારુકભાઈ ઈબ્રાહીમભાઈ પીપડાવાલા (રહે.આસ્ટોડીયા દરવાજા) પસાર થઈ રહ્યા હતાં. એ જ વખતે એક એક્ટીવાચાલક શખ્સ તેમની નજીક આવ્યો હતો અને ફારુકભાઈનાં ખિસ્સામાં મુકેલો ફોન ઝુંટવી ભાગી રહ્યો હતો.
ત્યારે બુમાબુમ થતાં કેટલાંક રાહદારીઓને તેનો પીછો કર્યાે હતો. ભાગમભાગમાં ચોરની એક્ટીવા કાચની મસ્જીદ નજીક સ્લીપ થઈ જતાં પીછો કરતાં લોકો અને સ્થાનિકોએ પકડીને તને મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કર્યાે હતો. પ્રાથમિક વિગતોમાં શખ્સનું નામ મોહમંદઆરીફ ઊર્ફે કાલીયા શબ્બીરભાઈ સિપાઈ (શાહપુર ટેકરા નજીક) હોવાનું ખુલ્યું છે.