જમાલપુર જગન્નાથ મંદિરના આસપાસના વિસ્તારને કોર્ડન કરાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: મંગળવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોનાની મહામારીના કારણે નીકળનાર નથી. પરંતુ ભગવાનના ત્રણ રથોને મંદિરના પરિસરમાં ફેરવવામાં આવનાર છે. કોરોના તથા સલામતીના કારણોસર સામાન્ય નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે નહિ.
દરમિયાનમાં સોમવારે સવારે જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરના આસપાસના વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો હતો અને કોઈના પણ આવવા- જવા પર પ્રતિબંધ મૂકયો હતો તો સવારના સમયે બોમ્બ સ્કવોર્ડ સહિતની પોલીસની ટીમ આવી પહોચી હતી અને મંદિરના ખૂણેખૂણાની તલાશી લીધી હતી. મંગળવારે રથયાત્રા નીકળવાની નથી પરંતુ સલામતીના કારણોસર સમગ્ર જમાલપુર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે પોલીસનું પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે.