જમાલપુર પાથરણાવાળા દ્વારા વિરોધ આંદોલન
સોમવારે જમાલપુર સ્મશાન ખાતે બહાર છેલ્લા ૪૦ વર્ષથી શાકભાજીનો ધંધો કરતા શ્રમીકોને ૨૦૦૦૦ સુધીનો હપ્તો પડાવીને સતત ૧વર્ષ થી હેરાન કરે છે. જેઓ આ ગરીબો પાસે હપ્તા ઊધરાવે છે. સવાર પડતાં જ ૬ વાગે એમની દબાણની ગાડી ન આવી હોય તેમ છતાં અમુક અસામાજિક તત્વો શ્રમીકોને હેરાન કરે છે. જેઓ અગાઉ પણ AMCનુ નામ લઇ હજારો રૂપિયા બેસવા માટેની જગ્યાના નામે લઈ ગયા છે અને હજી પણ જગ્યા આપી નથી.
આ ગરીબો પાસે હપ્તા લઇ તેઓના ધંધાની સામગ્રી જેવી કે બાટ ત્રાજવું તોલમાપ કેરેટો લઈ જઈ દબાણની ગાડીમાં નહીં પરંતુ સાઈડમા મુકી આ શ્રમીકોને હેરાન કરે છે, અને એ સામગ્રી છોડવા માટે હપ્તા લે છે. આ હપ્તા લેવાનુ બંધ કરી અને આ શ્રમીકોને ન્યાય મળે જેના વિરોધમાં જમાલપુર સ્મશાન બહાર સવારે તમામ પાથરણાવાળા અને શ્રમીકો આવી પ્રવૃતિનો વિરોધ કરી આંદોલન કર્યુ હતું.